Not Set/ ભારતથી આવતા મુસાફરોનાં પ્રવેશ પર ન્યુઝીલેન્ડે મુક્યો પ્રતિબંધ

દુનિયામાં કોરોનાને પોતાનું તાંડવ એકવાર ફરી શરૂ કરી દીધુ છે. દુનિયામાં આજે સૌથી વધુ દૈનિક કેસ ભારતમાં નોંધાઇ રહ્યા છે.

Top Stories World
ગરમી 5 ભારતથી આવતા મુસાફરોનાં પ્રવેશ પર ન્યુઝીલેન્ડે મુક્યો પ્રતિબંધ

દુનિયામાં કોરોનાને પોતાનું તાંડવ એકવાર ફરી શરૂ કરી દીધુ છે. દુનિયામાં આજે સૌથી વધુ દૈનિક કેસ ભારતમાં નોંધાઇ રહ્યા છે. જે બાદ હવે ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ગુરુવારે ન્યુઝીલેન્ડનાં પીએમ જેસિન્ડા અર્ડર્ને આ અસ્થાયી પ્રતિબંધની જાહેરાત કરી હતી.

વેક્સિનેશન / દિલ્હી એમ્સ ખાતે PM મોદીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો,ટ્વીટ કરી આપી જાણકારી

વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને કહ્યું કે, 11 એપ્રિલથી ભારતથી આવતા લોકોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ન્યુઝીલેન્ડે કોરોનાનાં કેસોમાં ઝડપથી વધારાને કારણે આ નિર્ણય લીધો છે. આ પહેલા પણ ન્યુઝીલેન્ડે અન્ય ઘણા દેશોનાં મુસાફરોનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ પણ ન્યુઝીલેન્ડે ભારતીયોનાં પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તે પછી તે નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર નવી લહેરને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોયટર્સનાં અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન ન્યુઝીલેન્ડનાં તેના નાગરિકોનો પ્રવેશ પણ બંધ કરવામાં આવશે, જે ભારતથી આવવાનાં હશે. આ પ્રતિબંધ 11 એપ્રિલનાં રોજ સાંજે 4 થી 28 એપ્રિલ સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન સરકાર પ્રવાસ દરમિયાન જોખમ સંચાલનને મજબૂત બનાવવા માટે કામ કરશે. આ અસ્થાયી પ્રતિબંધ ન્યુઝીલેન્ડ દ્વારા એવા સમયે લાદવામાં આવી રહ્યો છે જ્યારે છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં દરરોજ 1 લાખથી વધુ નવા કોરોનાનાં કેસ મળી રહ્યા છે.

જાહેરનામું: ગાંધીનગર ખાતે ચુંટણી પ્રચાર માટે ઊંચા ઘોંઘાટ વાળા લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંક હવે 1.2 કરોડને વટાવી ગયો છે. ભારતમાં, બીજી લહેરનો કહેર છેલ્લા લગભગ એક મહિનાથી પહેલી લહેર કરતા પણ વધારે જોવા મળી રહ્યો છે. મુંબઇથી દિલ્હી સુધી તમામ શહેરોમાં પ્રતિબંધનાં દિવસો પાછા ફરી રહ્યા છે. ક્યાંક કોરોનાને દૂર કરવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જ્યારે ઘણી જગ્યાએ નાઇટ કર્ફ્યુ અને કલમ 144 જેવા કેટલાક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ