Not Set/ પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજનાં નવનિયુક્ત વાણોટ/પ્રમુખની નિમણૂક

માછીમારોનાં વિકાસને લઈને કામગીરી કરવામાં આવશે તેમજ માછીમારોનાં વિવિધ પ્રશ્નોનું પણ તાત્કાલિક નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.”

Gujarat Others
પોરબંદર

પોરબંદર માં સમસ્ત ખારવા સમાજનાં નવનિયુક્ત વાણોટ/પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે ત્યારે આજે સમસ્ત ખારવા સમાજ વાણોટ/પ્રમુખ તરીકે બિનહરીફ પવનભાઈ શિયાળની નિમણૂક કરી અને તિલક વિધિ કરવામાં આવી હતી. તો નવનિયુક્ત વાણોટ/પ્રમુખને જ્ઞાતિના આગેવાનો દ્વરા ફૂલહાર પેરવી શુભેચ્છા પાઠવી હતી.

પોરબંદર

પોરબંદરનાં સમસ્ત ખારવા સમાજ દ્વરા હાલ પણ ૨૦૦ વર્ષ જૂની પરંપરાગત રીતે વિવિધ ડાયરા પંચપટેલો તેમજ વાણોટ/પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. આજે પોરબંદર ખારવા સમાજની પંચાયત મઢી ખાતે પ્રથમ પંચ પટેલની એક મીટીંગ યોજાય હતી.  જેમાં જ્ઞાતિનાં આગેવાનો દ્વારા પોરબંદર સમસ્ત ખારવા સમાજનાં વાણોટ/પ્રમુખ તરીકે બિનહરીફ પવનભાઈ શિયાળની નિમણૂક કરવામાં આવી હતી.   નિમણૂક બાદ સમાજનાં રિવાજ મુજબ પાચ બાળાઓનાં હસ્તે નવનિયુક્ત વાણોટ/પ્રમુખની તિલક વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ નવનિયુક્ત વાણોટ/પ્રમુખનું જ્ઞાતિનાં આગેવાનો દ્વારા ફૂલહાર અને સાલ ઓઢ્ડી અને શુભેચ્છા સહ સન્માન કરવામાં આવ્યું હતું.

પોરબંદર

આ તકે નવનિયુક્ત વાણોટ/પ્રમુખ જણાવ્યું હતું કે, “જ્ઞાતિનાં વિકાસ તેમજ માછીમારોનાં  વિકાસને લઈને કામગીરી કરવામાં આવશે તેમજ માછીમારોનાં વિવિધ પ્રશ્નોનું પણ તાત્કાલિક નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.”

પોરબંદર

આ પણ વાંચો : કટારીયામાં વીજળી પાડવાનો ભોગ બનનારને વનમંત્રી દ્વારા આર્થિક સહાય અને સાંત્વના અપાઈ