Not Set/ NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એક વખત ફસાયા વિવાદમાં

વિવાદમાં ફસાયેલા NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એક વખત વિવાદમાં ફસાયા.મળતી માહિતી મુજબ કાંધલ જાડેજાએ સવારે પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી.જે પેટ્રોલ પંપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામંત ગોગનનો છે.કાંઘલ જાડેજાએ તોડફોડ કરતી વેળાએ સ્વીચ બોર્ડ પણ તોડી નાખ્યા હતા.અને મસમોટું નુકસાન પહોંચાડીને કાંધલ જાડેજા ફરાર થયા હતા.જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ […]

Gujarat
Kandhal Jadeja 211217 025704 NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એક વખત ફસાયા વિવાદમાં

વિવાદમાં ફસાયેલા NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એક વખત વિવાદમાં ફસાયા.મળતી માહિતી મુજબ કાંધલ જાડેજાએ સવારે પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી.જે પેટ્રોલ પંપ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામંત ગોગનનો છે.કાંઘલ જાડેજાએ તોડફોડ કરતી વેળાએ સ્વીચ બોર્ડ પણ તોડી નાખ્યા હતા.અને મસમોટું નુકસાન પહોંચાડીને કાંધલ જાડેજા ફરાર થયા હતા.જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી..જેના આધારે પોલીસ કાંધલ જાડેજાને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.તેમજ નાકાબંધી પણ ગોઠવી દીધી છે.ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન પણ કાંધલ જાડેજાને ગોગન સામંત સાથે મારામારી થઇ હતી.જેમાં પોલીસે બન્ને સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જો કે પોલીસે આ મામલે કાંધલને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા હતા અને શપથ વિધી હોવાથી કાંધલ જાડેજાને ત્રણ દિવસ માટેના વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા