Not Set/ લાખોની કિંમતના કબુતર થઇ ગયા ચોરી અને પછી…

ગાઝીયાબાદ દુનિયામાં તમે રૂપિયા, મોબાઈલ કે બીજી કોઈ કીમતી વસ્તુની ચોરી વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય કબુતરની ચોરી વિશે સાંભળ્યું છે. જી હા, કબુતરની ચોરી. ગાઝીયાબાદમાં હાલમાં જે ચોરી થઇ છે તે જાણીને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. ગાઝીયાબાદના નિવાસી અમિત લોની વિસ્તારમાં રહે છે. અમિતને કબુતર રાખવાનો ઘણો શોખ છે. બુધવારે […]

India Trending
maxresdefault 17 લાખોની કિંમતના કબુતર થઇ ગયા ચોરી અને પછી...

ગાઝીયાબાદ

દુનિયામાં તમે રૂપિયા, મોબાઈલ કે બીજી કોઈ કીમતી વસ્તુની ચોરી વિશે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય કબુતરની ચોરી વિશે સાંભળ્યું છે.

જી હા, કબુતરની ચોરી. ગાઝીયાબાદમાં હાલમાં જે ચોરી થઇ છે તે જાણીને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે.

ગાઝીયાબાદના નિવાસી અમિત લોની વિસ્તારમાં રહે છે. અમિતને કબુતર રાખવાનો ઘણો શોખ છે. બુધવારે રાત્રે તેના પચાસથી વધુ કબુતર ચોર લઇ ગયા હતા.

તમને જણાવી દઈએ કે આમાંથી અમુક કબુતરની કિંમત એક લાખથી પણ વધારે છે.

આ મામલે અમિતે પોલીસમાં કબુતર ચોરી થઇ ગયાની ફરિયાદ પણ કરી છે. અને પોલીસને તેના કબુતર શોધી દેવા માટે માંગ પણ કરી છે. પોલીસે આ મામલે તપાસ ચાલુ કરી છે.