Not Set/ રામ મંદિર મુદ્દે શ્રી શ્રી રવિશંકરે આપ્યું આ નિવેદન, જાણો

અયોધ્યાના બહુચર્ચિત રામ મંદિરના નિર્માણ મુદ્દે ચાલતા વિવાદ અંગે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે નિવેદન આપ્યું છે. આ મુદ્દા અંગે જણાવતા શ્રી શ્રી રવિશંકરે કહ્યું, હવે સમય બદલાઈ ગયો છે અને લોકો શાંતિ માંગે છે. એક ખાનગી સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં તેઓ જણાવ્યું, એક પ્લેટફોર્મની જરૂરત છે કે જ્યાં બંને સમુદાયના લોકો ભાઈચારાની ભાવના દર્શાવે. ઉલ્લેખનિય […]

Top Stories
sri sri ravi shankar official picture રામ મંદિર મુદ્દે શ્રી શ્રી રવિશંકરે આપ્યું આ નિવેદન, જાણો

અયોધ્યાના બહુચર્ચિત રામ મંદિરના નિર્માણ મુદ્દે ચાલતા વિવાદ અંગે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે નિવેદન આપ્યું છે. આ મુદ્દા અંગે જણાવતા શ્રી શ્રી રવિશંકરે કહ્યું, હવે સમય બદલાઈ ગયો છે અને લોકો શાંતિ માંગે છે.

એક ખાનગી સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં તેઓ જણાવ્યું, એક પ્લેટફોર્મની જરૂરત છે કે જ્યાં બંને સમુદાયના લોકો ભાઈચારાની ભાવના દર્શાવે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા એક ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું હતું, રામ મંદિરના મુદ્દાના નિકાલ માટે ઘણા પક્ષોએ સંપર્ક કર્યો છે. તેઓ આ બાબતે મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર છે પણ આ મામલે હાલ કોઈ પહેલ નહિ કરે.