Not Set/ ભોજનથી એલર્જી: 60 વર્ષથી નથી ખાધો આ બેને અનાજનો એક પણ દાણો

મધ્યપ્રદેશના ધામનોદમાં રહેતા 75 વર્ષીય સરસ્વતી બાઇ અન્ય બધી સ્ત્રીઓથી અલગ છે. સરસ્વતી બાઇએ છેલ્લાં 60 વર્ષથી મોઢામાં અનાજનો એક પણ દાણો નથી નાખ્યો. તેમ છતાં તે માત્ર પોતે જ તંદુરસ્ત નથી પરંતુ પાંચ તંદુરસ્ત બાળકોને પણ જન્મ આપ્યો છે. સરસ્વતી બાઇના નાની ઉંમરમાં લગ્ન થયા હતા. તે બાદ પ્રથમ પુત્રીને જન્મ આપ્યા બાદ તેમને […]

Top Stories
news2304 ભોજનથી એલર્જી: 60 વર્ષથી નથી ખાધો આ બેને અનાજનો એક પણ દાણો

મધ્યપ્રદેશના ધામનોદમાં રહેતા 75 વર્ષીય સરસ્વતી બાઇ અન્ય બધી સ્ત્રીઓથી અલગ છે. સરસ્વતી બાઇએ છેલ્લાં 60 વર્ષથી મોઢામાં અનાજનો એક પણ દાણો નથી નાખ્યો. તેમ છતાં તે માત્ર પોતે જ તંદુરસ્ત નથી પરંતુ પાંચ તંદુરસ્ત બાળકોને પણ જન્મ આપ્યો છે. સરસ્વતી બાઇના નાની ઉંમરમાં લગ્ન થયા હતા. તે બાદ પ્રથમ પુત્રીને જન્મ આપ્યા બાદ તેમને ટાઈફોડ થયો હતો જેના લીધે તેમને ખોરાક ખાવાનો છોડી દીધો હતો.

ટાઈફોડ થયા પછી તેમના આંતરડાઓ સંકોચાઈ ગયા અને ખોરાકનું પાચન થતું બંધ થઇ ગયું. તેઓ જે પણ ખાતા તેની ઉલ્ટી જ થઇ જતી હતી. ઘણી બધી સારવાર પછી પણ ના ઠીક થતા તેમના પતિ તેમને ઇન્દોરની મોટી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી પાછા આવીને પણ તે જે પણ ખાતા તેનું ઉલ્ટી જ થઇ જતી હતી. થોડા સમય પછી સરસ્વતીએ થોડું પાણી પીવાનું શરૂ કર્યું અને પછી ચા પીવાનું શરૂ કર્યું. ત્યારથી, 60 વર્ષ પસાર થઈ ગયા છે પણ સરસ્વતી બાઇએ સામાન્ય ભોજન કર્યું નથી. તેઓ માત્ર ચા અને પાણી જ પીવે છે.