Not Set/ આ હશે Nokia નો સૌથી સસ્તો સ્માર્ટફોન, Xiaomi ને ટક્કર

Nokiaએ અત્યાર સુધીમાં 4 એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. પાંચમાં સ્માર્ટફોનને ટૂંક સમયમાં લોંચ કરવામાં આવશે. પરંતુ તે પહેલાં Nokiaનો બજેટ સ્માર્ટફોન Nokia 2 આવી રહ્યો છે. તે યુએસ રિટેલરની વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ની કિંમત ફક્ત 99 ડોલર (આશરે 6,451 રૂપિયા) રાખવામાં આવી છે. અહીં બે કલર ઓપ્શન્સ પણ આપવામાં […]

Tech & Auto
nokia2 આ હશે Nokia નો સૌથી સસ્તો સ્માર્ટફોન, Xiaomi ને ટક્કર

Nokiaએ અત્યાર સુધીમાં 4 એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. પાંચમાં સ્માર્ટફોનને ટૂંક સમયમાં લોંચ કરવામાં આવશે. પરંતુ તે પહેલાં Nokiaનો બજેટ સ્માર્ટફોન Nokia 2 આવી રહ્યો છે. તે યુએસ રિટેલરની વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ની કિંમત ફક્ત 99 ડોલર (આશરે 6,451 રૂપિયા) રાખવામાં આવી છે. અહીં બે કલર ઓપ્શન્સ પણ આપવામાં આવ્યા છે – કાળો અને સફેદ.

આ સ્માર્ટફોનેમાં 4,000 એમએએચની પાવર બેટરી છે. આ ઉપરાંત સમાચાર છે કે તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 210 અથવા 212 ચિપસેટ્સ આપી શકાય છે. પ્રોડક્ટ નંબર ટીએ -1035 રિટેલરની વેબસાઇટ પર આપવામાં આવ્યું હતું. તેમાં ડ્યુઅલ સિમ સપોર્ટ પણ છે. તેમાં 5-ઇંચનો ડિસ્પ્લે આપવામાં આવ્યો છે અને તેની ઇન્ટરનલ મેમરી 8GB અથવા 16GB હોઈ શકે છે. તે માઇક્રો એસડી કાર્ડને સપોર્ટ કરશે. પણ હાલમાં કંપનીએ સત્તાવાર રીતે કંઈ પણ કહ્યું નથી. જો તે ભારતમાં લોન્ચ કરે છે તો શાઓમીને થોડી મુશ્કેલી જરૂર થશે કારણ કે આ સેગ્મેન્ટની બાબતમાં શાઓમી ઘણો આગળ છે.