Not Set/ મોનસૂનને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર, ચોમાસું સામાન્ય કરતા સારું રહેવાની કરાઈ આગાહી

ગુજરાતમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઇ ગયો છે. દરમિયાન આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજીબાજુ છેલ્લા બે વર્ષ ચોમાસુ સારું રહ્યું છે.

Gujarat Others
A 147 મોનસૂનને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર, ચોમાસું સામાન્ય કરતા સારું રહેવાની કરાઈ આગાહી

ગુજરાતમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઇ ગયો છે. દરમિયાન આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજીબાજુ છેલ્લા બે વર્ષ ચોમાસુ સારું રહ્યું છે. આ વર્ષે પણ ચોમાસુ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. પરિણામે ખેતી અને ખેડૂતને ફાયદો થતાં તેનો લાભ ગુજરાતને થશે.

ગુજરાતમાં છેલ્લા 50 વર્ષની સરખામણીએ સરેરાશ વરસાદ 34 ઇંચ નિયત કરવામાં આવ્યો છે. વર્ષ-2019 અને વર્ષ-2020માં સરેરાશ વરસાદ કરતા ગુજરાતમાં સારો વરસાદ થયો હતો. હવામાનવિભાગ પ્રમાણે રાજ્યમાં સરેરાશના 96 થી 106 ટકા સુધીનો વરસાદ સામાન્ય ચોમાસુ અને 106 ટકા  કે તેથી વધુ સરેરાશ વરસાદ થાય તો ચોમાસુ સારું હોવાનું તારણ છે.

આ પણ વાંચો :ડુમસ ફરવા ગયેલા એક કપલ માટે ટ્રક બની કાળ, થોડાક દિવસ પહેલા યુગલની થઈ હતી સગાઇ

બે વર્ષનો સરેરાશ વરસાદ

      વર્ષ            ઇંચ વરસાદ         ટકા વરસાદ

–    2019            47 ઇંચ           –       146 ટકા

–    2020            45 ઇંચ          –        137 ટકા

ગુજરાતમાં અગાઉના બે વર્ષ દરમિયાન પણ વરસાદ સારો રહ્યો છે. આ વર્ષે પણ હવામાન વિભાગની આગહી મુજબ 106 થી 110 ટકા વરસાદ સાથે ચોમાસુ સારૂં રહેશે ત્યારે ચોમાસુ, ઉનાળુ અને શિયાળુ પાક માટે વરસાદ લાભદાયી પુરવાર થશે.

આ પણ વાંચો : તાઉ તે વાવાઝોડાથી ગુજરાતમાં થયું વ્યાપક નુકશાન, સર્વેમાં સામે આવ્યું 11, 346 કરોડનું નુકશાન

આ પણ વાંચો :વાંકાનેર તાલુકના ભલગામની સીમમાંથી એલ.સી.બી.એ ૫ લાખથી વધુનો દારૂનો જથ્થો પકડ્યો