હવાઈ સેવા/ જામનગર વાસીઓ માટે રાહતના સમાચાર, મુંબઈની બંધ ફ્લાઇટ થશે શરૂ

કોરોનાકાળ અને લોક ડાઉનના કારણે આંતર રાજ્ય ફ્લાઇટોને બંધ કરી દેવાનો આદેશ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. કોરોનાનું ચેપ એકબીજાના સંપર્કમાં આવવાથી થતો હોવાથી સરકારે લોકોના સ્વાસ્થ્ય અને તેમના હિતને ધ્યાને રાખીને આ નિર્ણય લેતા દેશની તમામ ઉદ્દયન એજન્સીઓને જોરદાર ફટકો પડયો હતો. 8 મહિનાથી પણ વધારે સમય સુધી દેશના તમામ એરપોર્ટ ઉપર […]

Gujarat
123 90 જામનગર વાસીઓ માટે રાહતના સમાચાર, મુંબઈની બંધ ફ્લાઇટ થશે શરૂ

કોરોનાકાળ અને લોક ડાઉનના કારણે આંતર રાજ્ય ફ્લાઇટોને બંધ કરી દેવાનો આદેશ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. કોરોનાનું ચેપ એકબીજાના સંપર્કમાં આવવાથી થતો હોવાથી સરકારે લોકોના સ્વાસ્થ્ય અને તેમના હિતને ધ્યાને રાખીને આ નિર્ણય લેતા દેશની તમામ ઉદ્દયન એજન્સીઓને જોરદાર ફટકો પડયો હતો. 8 મહિનાથી પણ વધારે સમય સુધી દેશના તમામ એરપોર્ટ ઉપર લોકોની ભીડ ઓછી જોવા મળતી હતી. જોકે, કોરોના કાળની બીજી લહેર નિયંત્રણમાં આવી જતાં હવે ધીરે ધીરે કરીને આંતર રાજ્ય ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. જેમાં ખાસ કરીને ગત્ જૂન માસના પ્રારંભથી બંધ કરાયેલ જામનગર-મુંબઈ વચ્ચેની ફ્લાઈટ સેવાનો આગામી ૧૪ જુલાઈથી પૂનઃ પ્રારંભ થઈ રહ્યો છે, જો કે પંદર દિવસ માટે જ શેડ્યુલ જાહેર થયું છે.

જામનગર-મુંબઈ વચ્ચેની હવાઈ સેવા ગત્ જૂન માસના પ્રારંભથી બંધ કરવામાં આવી હતી, જેને દોઢ માસ પછી પૂનઃ શરૃ કરવામાં આવી રહી છે.જો કે, હાલ તો તા. ૧૪ થી ૩૦ જુલાઈ સુધીનું જ શેડ્યુલ જાહેર થયું છે. દર બુધવાર, શુક્રવાર અને રવિવારે સવારે ૧૧ વાગ્યે વિમાન મુંબઈથી રવાના થશે અને જામનગર આવશે. તેમજ બપોરે ૧ર-પ૦ કલાકે જામનગરથી મુંબઈ જવા માટે ઊડાન ભરશે. આમ દોઢ માસ પછી પૂનઃ હવાઈ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે