તપાસ/ કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યાના કેસની તપાસ NIA કરશે

રાષ્ટ્રીય તપાસ એજન્સી જમ્મુ -કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યાના કેસોની તપાસ કરશે. સમગ્ર મામલાથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગેનો આદેશ જારી કરી શકાય છે

Top Stories
nia 2 કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યાના કેસની તપાસ NIA કરશે

કાશ્મીરમાં આતંકવાદીઓએ પોતાની નવી થીયરી ટાર્ગેટ કિલિંગની અપનાવી છે , જેના લીધે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં અનેક નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી છે. આ મામલે કેન્દ્ર સરકારએ એક રણનીતિ પણ બનાવી છે. કાશ્મીરમાં થયેલી  હત્યાની તપાસ એનઆઇએ કરશે.

રાષ્ટ્રીય તપાસ એજન્સી જમ્મુ -કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યાના કેસોની તપાસ કરશે. સમગ્ર મામલાથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગેનો આદેશ જારી કરી શકાય છે. ફાર્મસી માલિક માખનલાલ બિન્દરૂ, બિન-કાશ્મીરી વીરેન્દ્ર પાસવાન, શાળાના આચાર્ય સુપિન્દર કૌર અને શિક્ષક દીપક ચંદ સહિત અનેક લોકોની હત્યાના કેસોમાં નોંધાયેલી એફઆઈઆર પર કેન્દ્રીય એજન્સી દ્વારા આગળની કાર્યવાહી થઈ શકે છે. જમ્મુ -કાશ્મીરની સરકાર અને કેન્દ્ર માને છે કે તાજેતરના ભૂતકાળમાં નાગરિકો પર વધેલા હુમલાઓ એક મોટા ષડયંત્રનો ભાગ છે. આ ઘટનાઓમાં પાકિસ્તાન સમર્થિત ધ રેઝિસ્ટન્સ ફોર્સ અને અન્ય આતંકવાદી સંગઠનોનો હાથ સામે આવ્યો છે.