આદેશ/ 4 શહેરોમાં રાત્રી કર્ફયુ લંબાવાયો, આવતીકાલે બંધના અનુસંધાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત : DGP આશિષ ભાટિયા

4 શહેરોમાં રાત્રી કર્ફયુ લંબાવાયો, આવતીકાલે બંધના અનુસંધાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત : DGP આશિષ ભાટિયા

Ahmedabad Top Stories Gujarat
child 8 4 શહેરોમાં રાત્રી કર્ફયુ લંબાવાયો, આવતીકાલે બંધના અનુસંધાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત : DGP આશિષ ભાટિયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યના ચાર શહેરોમાં રાત્રી કર્ફ્યું નાખવામાં આવ્યો છે. જે અંગે આજરોજ રાજ્યના પોલીસવાળા આશિષ ભાટિયા એક પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાજ્યના ચારે શહેરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રહેશે અમદાવાદ સહિત ચાર મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો છે.  નવો નિર્ણય ન થાય ત્યાં સુધી નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે.

નોધનીય છે કે, રાજ્યમાં ૨૩ નવેમ્બરના રોજ રાજ્યમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને રાત્રી કર્ફ્યું નાખવામાં આવ્યો હતો. કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અમદાવાદ સહિત રાજ્યના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. આજે પોલીસ વડા આશિષ ભાટિયાએ ચાર શહેરો એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. આ ચારેય શહેરોમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.

વધુમાં આવતી કાલે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઇ ને તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બધા જીલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોનફરન્સ થી વાત કરી છે. તમામ પ્રકાર ની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ટીયર ગેસ ના સેલ સાથે ની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ જો અનિચ્છનીય બનાવ કરવાનું કામ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ફોટોગ્રાફી અંગે પણ તેમને જણાવ્યું હતુકે, કોઈ પોતે ફોટોગ્રાફી કરી સોશિયલ મીડિયા માં વાયરલ કરશે તો ગુનો દાખલ કરવામાં આવશે. રાજ્ય ની બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરે છે. વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે.

144 ની કલમ નું કોઈ ઉલઘન કરશે કે રોડ પર અડચણ ઉભી કરશે તો પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. સીનીયર અધિકારીઓ પોતે સુપરવિઝન કરશે. કોઈ પ્રોપર્ટી ને નુકશાન કરવાનું કામ કરશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. કોઈ ભેગા ના થાય અને જાહેર માં કોઈ એવી હિલચાલ ના કરે જો બંધ ના નામે કોઈ એવી કાર્યવાહી કરશે તો પોલીસ પોતાની કાર્યવાહી કરશે.

સંવેદન શીલ વિસ્તાર માં પણ પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખશે. અસામાજિક તત્વો ની રાત થી જ ધરપકડ કરવામાં આવશે. કોઈ પણ જગ્યાએ ચક્કાજામ કરવા દેવામાં નહિ આવે.

હાઇવે પર અને સંવેદનશીલ વિસ્તારો માં પેટ્રોલીગ કરવા માટે વધારા ના વાહનો પોલીસે હાયર કર્યા છે. આવતીકાલ માટે લોકલ પોલીસ ઉપરાંત, હોમગાર્ડ, trp અને srp નો ઉપયોગ કરવામાં આવશે. જે લોકો એ જાહેરાત કરી છે તેમની પણ અટકાયત કરવામાં આવશે. સ્ટેન્ડ 2 ની જાહેરાત કરવામાં આવી જ છે. 144 ની કલમ હોવા છતાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. કોઈ ને કાયદો હાથમાં નહિ લેવા દેવાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…