Not Set/ નિર્ભયાનાં દોષી પવન કુમારનો નવો પેંતરો, SCમાં SLP ફાઇલ કરી ઘટના સમયે સગીર હોવાની દલીલ કરી

નિર્ભયા કેસમાં દોષિત પવનએ હવે સુપ્રીમ કોર્ટમાં ખાસ રજા અરજી (એસએલપી) દાખલ કરી છે, અરજીમાં તેણે ગુના સમયે સગીર હોવાનો દાવો કર્યો હતો. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે પવનની આ સબબની અરજી નામંજૂર કરી હતી. તો સાથે સાથે કોર્ટે વકીલને દંડ પણ ફટકાર્યો હતો. કાયદાના નિષ્ણાતોનાં મતે પવનને કોઈ રાહત મળશે નહીં. આપને જણાવી દઇએ કે આજે રાષ્ટ્રપતિએ […]

Top Stories India
sc nirbhaya fanshi નિર્ભયાનાં દોષી પવન કુમારનો નવો પેંતરો, SCમાં SLP ફાઇલ કરી ઘટના સમયે સગીર હોવાની દલીલ કરી
નિર્ભયા કેસમાં દોષિત પવનએ હવે સુપ્રીમ કોર્ટમાં ખાસ રજા અરજી (એસએલપી) દાખલ કરી છે, અરજીમાં તેણે ગુના સમયે સગીર હોવાનો દાવો કર્યો હતો. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે પવનની આ સબબની અરજી નામંજૂર કરી હતી. તો સાથે સાથે કોર્ટે વકીલને દંડ પણ ફટકાર્યો હતો. કાયદાના નિષ્ણાતોનાં મતે પવનને કોઈ રાહત મળશે નહીં. આપને જણાવી દઇએ કે આજે રાષ્ટ્રપતિએ નિર્ભયાના દોષી મુકેશની દયાની અરજીને ફગાવી દીધી હતી. અને કોર્ટ દ્વારા તમામ દોષીને 1 ફેબ્રુઆરીએ ફાંસીએ લટકાવી દેવા માટે નવું ડેથ વોરંટ પણ જારી કરી દેવામાં આવ્યું છે.

આપને જણાવી દઇએ કે પૂર્વે પણ પવનની સગીર હોવા સબબની અરજી હાઇકોર્ટે નકારી કાઢી હતી. દિલ્હી હાઈકોર્ટે પવનની સગીર તરીકે ઠેરવતી અરજી મામલે  કોર્ટે પવનના વકીલ એપી સિંઘ પર 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. નિર્ભયાના દોષિતોમાંના એક પવન કુમારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે ડિસેમ્બર 2012 માં બનેલી ઘટના સમયે તે 18 વર્ષથી ઓછી ઉંમરનો હતો.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસમાં ચાર દોષિતો સામે નવું ડેથ વોરંટ જારી કર્યું છે. આરોપી મુકેશ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તાને હવે ચાર ફેબ્રુઆરીએ 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ ચારેયને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી. તિહાર જેલના અધિકારીઓને કોર્ટમાં જાણ કરવામાં આવી હતી કે મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ પછી કોર્ટે નવું ડેથ વોરંટ જારી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.