Not Set/ નિર્ભયા કેસ/ શું ફરી અટકશે ફાંસી ??? ફરી બે દોષિત કોર્ટમાં પહોંંચ્યા

નિર્ભયા ગેંગરેપના દોષિતો, પવન અને અક્ષયની અરજી પર આજે શનિવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થશે. બંને માટે વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તિહાર જેલ દ્વારા દયાની અરજી અને અક્ષય અને પવન માટે ક્યુરેટીવ પીટિશન દાખલ કરવા માટેના કાગળો હજી સુધી આપવામાં આવ્યા નથી. દોષિતનાં વકીલે અદાલતમાં દાવો કર્યો છે કે, […]

Top Stories India
aaaaaaaaaamay નિર્ભયા કેસ/ શું ફરી અટકશે ફાંસી ??? ફરી બે દોષિત કોર્ટમાં પહોંંચ્યા

નિર્ભયા ગેંગરેપના દોષિતો, પવન અને અક્ષયની અરજી પર આજે શનિવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થશે. બંને માટે વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તિહાર જેલ દ્વારા દયાની અરજી અને અક્ષય અને પવન માટે ક્યુરેટીવ પીટિશન દાખલ કરવા માટેના કાગળો હજી સુધી આપવામાં આવ્યા નથી.

દોષિતનાં વકીલે અદાલતમાં દાવો કર્યો છે કે, જેલ વહીવટીતંત્રે અક્ષયકુમાર સિંહ (31) અને પવન સિંઘ (25) ને ક્યુરેટીવ પીટિશન કરવા માટે જરૂરી દસ્તાવેજો સોંપ્યા નથી. શનિવારે અરજી પર સુનાવણી થવાની સંભાવના છે.

આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ અન્ય બે દોષિતો વિનયકુમાર શર્મા (26) અને મુકેશસિંહ (32) ની સુધારાત્મક અરજીને રદ કરી હતી. કોર્ટના આદેશ મુજબ ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે ફાંસી આપવાની છે.

ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર, 2012 ના રોજ, 23 વર્ષીય પેરામેડિકલની વિદ્યાર્થી પર દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દેવામાં આવી હતી. આ સંગીન ગુનાનાં કારણે વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.