National/ મુખ્યમંત્રી લોકો દુ:ખી છે કારણ કે તેઓ ક્યારે રહેશે, ક્યારે જશે કાઈ નક્કી નથી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

મંત્રી દુ:ખી હતા કારણ કે તેમને સારો પોર્ટફોલિયો ન મળ્યો. જેમને સારો પોર્ટફોલિયો મળ્યો છે તેઓ ઉદાસ હતા કારણ કે તેઓ મુખ્યમંત્રી ન બની શક્યા

Top Stories India
insta 11 મુખ્યમંત્રી લોકો દુ:ખી છે કારણ કે તેઓ ક્યારે રહેશે, ક્યારે જશે કાઈ નક્કી નથી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે લોકશાહીનો ઉદ્દેશ સમાજમાં ઉભેલા છેલ્લા માણસના જીવનમાં પરિવર્તન લાવવાનો છે. તેમણે કહ્યું કે આજના સમયમાં દરેક વ્યક્તિ દુ:ખી છે. આ દરમિયાન તેમણે ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રીનો ઉલ્લેખ કર્યો હતો. નીતિન ગડકરીએ કહ્યું કે મુખ્યમંત્રી લોકો દુ:ખી છે કારણ કે તેઓ ક્યારે રહેશે, ક્યારે જશે તે અંગે કાઈ નક્કી નથી.

તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા મહિનામાં જ ભાજપે ચાર મુખ્યમંત્રી બદલ્યા છે. અને હજુ તો  ભપેન્દ્ર પટેલે વિજય રૂપાણીના સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજસ્થાન વિધાનસભામાં ‘સંસદીય વ્યવસ્થા અને લોકોની અપેક્ષાઓ’ વિષય પર પરિસંવાદના સમાપન સત્રને સંબોધતા નીતિન ગડકરીએ ક્રિકેટરો સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર સાથેની વાતચીતનું ઉદાહરણ આપ્યું હતું.

ગડકરીએ કહ્યું, “રાજકારણ કૌશલ્ય છે. સમસ્યા બધાની સામે છે. પાર્ટીમાં, પાર્ટીની બહાર, વિધાનસભા ક્ષેત્રમાં, પરિવારમાં, દરેક જગ્યાએ સમસ્યા છે. કોઈ કહે છે કે તેને ટિકિટ આપો, તેને દૂર કરો, કોની પાસે સમસ્યા નથી. એકે પૂછ્યું કે તમારામાં સૌથી સુખી કોણ છે? તો કોઈએ હાથ ઉંચો કર્યો નહીં. કારણ કે જેઓ ધારાસભ્યો છે તેઓ દુ: છે કારણ કે તેઓ મંત્રી નથી બની શક્યા, સામે બેઠેલા નેતાઓ તરફ ઈશારો કરતા કહ્યું  હતું કે હું તમારા માટે  આ નથી કહી રહ્યો.

તેમણે આગળ કહ્યું, “મંત્રી દુ:ખી હતા કારણ કે તેમને સારો પોર્ટફોલિયો ન મળ્યો. જેમને સારો પોર્ટફોલિયો મળ્યો છે તેઓ ઉદાસ હતા કારણ કે તેઓ મુખ્યમંત્રી ન બની શક્યા અને જેઓ મુખ્યમંત્રી બન્યા તેઓ દુ:ખી હતા કારણ કે તેઓ ક્યા સુધી રહેશે, ક્યારે જશે, ખબર નથી.

 

ગડકરીએ કહ્યું, “રાજનીતિ સામાજિક અને રાજકીય પરિવર્તન માટે અસરકારક સાધન છે. તેથી, લોકશાહી દ્વારા, લોકશાહીનો ઉદ્દેશ સમાજના છેલ્લા સ્તર પર ઉભેલા વ્યક્તિના જીવનને સક્ષમ બનાવવા, સામાજિક-આર્થિક પરિવર્તન લાવવા અને તેમાંથી સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે.

આગ્રા / પકડાયેલા સેનાના આ જવાનો પાકિસ્તાની જાસૂસ સાથે ગુપ્ત માહિતી શેર કરવાના હતા

રસીકરણ અભિયાન / ભારતમાં કોવિડ -19 રસીકરણની સંખ્યા હવે 75 કરોડને વટાવી ગઈ, WHOએ આપ્યા અભિનંદન

Ayodhya / રામ મંદિર જન્મભૂમિ સંકુલમાં માત્ર ભગવાન શ્રી રામ જ નહીં, આ 6 દેવતાઓ પણ બિરાજશે