West Bengal/ પશ્ચિમ બંગાળમાં કાર્યક્રમ દરમિયાન અચાનક બગડી નીતિન ગડકરીની તબિયત

ગડકરી પશ્ચિમ બંગાળના સિલીગુડીના દાગાપુર પહોંચ્યા હતા. આ બાદ નજીકની હોસ્પિટલની ટીમ સ્થળ પર પહોંચી અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે…

Top Stories India
Nitin Gadkari Health

Nitin Gadkari Health: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની તબિયત એક કાર્યક્રમ દરમિયાન અચાનક બગડી હતી. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગડકરી પશ્ચિમ બંગાળના સિલીગુડીના દાગાપુર પહોંચ્યા હતા. આ બાદ નજીકની હોસ્પિટલની ટીમ સ્થળ પર પહોંચી અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે નિતિન ગડકરીની તબિયત ઓછી સુગર લેવલને કારણે બગડી હતી. નીતિન ગડકરી યોજનાઓ રજૂ કરવા પશ્ચિમ બંગાળના સિલીગુડી પહોંચ્યા હતા. તેમણે સિલીગુડીમાં રૂ. 1206 કરોડના ખર્ચે 3 NH પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ કાર્યક્રમ બાદ અચાનક તેમની તબિયત લથડી હતી. આ પછી, સુકનાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એક ટીમ પહોંચી અને તેમને પ્રાથમિક સારવાર આપી. હવે નીતિન ગડકરીની તબિયત સારી હોવાનું કહેવાય છે.

આ પહેલીવાર નથી જ્યારે આ પ્રકારના કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીની તબિયત બગડી હોય. અગાઉ ડિસેમ્બર 2018માં મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત બગડી હતી. ગડકરી સ્ટેજ પર જ બેહોશ થઈ ગયા. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ હાજર હતા. રાજ્યપાલે જ તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા. આ પછી નીતિન ગડકરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મમતા બેનર્જીએ નીતિન ગડકરીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નીતિન ગડકરીની તબિયત વિશે પૂછપરછ કરી છે. આ સાથે મમતા બેનર્જીએ સિલીગુડી કમિશનર (CP સિલીગુડી)ને તેમના સ્વાસ્થ્ય માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: FIFA WORLD CUP/ફિફા વર્લ્ડકપઃ મહિલા પ્રશંસકોએ જો આ ધ્યાન ન રાખ્યું તો જેલના