Vaccine/ મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો ક્યારે રસી મુકાવશે..? : નીતિન પટેલની સ્પષ્ટતા

મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો ક્યારે રસી મુકાશેએ બાબતે નીતિન પટેલની સ્પષ્ટતા

Gujarat Others Trending
Untitled 16 મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો ક્યારે રસી મુકાવશે..? : નીતિન પટેલની સ્પષ્ટતા

ગુજરાત સહીત દેશભરમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો આજ્થી શરૂ થઈ ચુક્યો છે. જેમાં સીનીયર સીટીઝન ણે રસી મુકવામાં આવી રહી છે. ત્યારે આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દેશના નાગરિકોને રસી લેવા વડાપ્રધાન પ્રેરક બન્યા છે. આજ રોજ વહેલી સવારે દિલ્હી એઈમ્સ ખાતે તેમને રસી મુકાવી જનતાને રસી મુકાવવા માટે પ્રેરિત કર્યા છે. ગુજરાત મંત્રી મંડળના સભ્યો અને ધારાસભ્યો પણ તેમની અનુકુળતા પ્રમાણે રસી મુકાવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ આજથી સિનીયર સીટીઝનને રસી આપવાનું ચાલુ થઈ ચુક્યુ છે. ગુજરાતમાં રસીકરણ માટે 2500 સેન્ટર પર આયોજન કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય સુરક્ષા માટે રસી લેવા નાયબ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે.

નોધનીય છે કે આજથી રાજ્યમાં સિનિયર સિટીઝનને કોરોના વેક્સિન અપાશે. રસી આપવા ગુજરાતમાં નવા સેન્ટરો બનાવાયા છે. કોરોના વેક્સિનેશન માટે 2500 સેન્ટરો ઉભા કરાયા છે. સરકારની ગાઇડલાઇન મુજબ રસી આપવામાં આવશે. ખાનગી ક્લિનિકમાં રસી લેનારે ચૂકવવો રૂ. 250 ચાર્જ ચૂકવવો પડશે. જેમાં રૂ.100 રજિસ્ટ્રેશન ચાર્જ અને રૂ.150 રસી માટેનો ચાર્જ ચુકવવો પડશે.