Election Results 2023/ રાજસ્થાનની ચૂંટણીમાં સહપ્રહારી નીતિન પટેલનું મોટું નિવેદન,  ભાજપના કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ

રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે અને પરિણામો પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. 

Gujarat
ચૂંટણીમાં

રાજસ્થાનમાં 5 કરોડથી વધુ મતદારોની રાહ આજે એટલે કે 3જી નવેમ્બરે પૂરી થવા જઈ રહી છે. લગભગ 74.13 ટકા મતોની ગણતરી નક્કી કરશે કે 2023ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોણ સરકાર બનાવશે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યાની આસપાસ પૂર્ણ થશે. મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

આ વચ્ચે રાજસ્થાનમાં ભાજપની જીત બાદ ભાજપના કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ત્રણેય રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ત્યારે ભાજપ રાજસ્થાનના સહ-પ્રભારી નીતિન પટેલે કહ્યું છે કે, રાજસ્થાનની જનતાએ ભ્રષ્ટ કોંગ્રેસ સરકારને હટાવવા માટે ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને મને આનંદ છે કે રાજસ્થાનની જનતા અને કાર્યકરોએ અમારી સરકારને સમર્થન આપ્યું છે. .” હવે અમારી સરકાર ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ કામ કરશે અને રાજસ્થાનનો વિકાસ થશે. આવું કહી ને તેમને પોતાની ખુશી વ્યક્ત કરી છે..

નીતિન પટેલે જણાવ્યું હતું કે પ્રભુની યાત્રાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બીજા વર્ગના લોકોને મહત્તમ છૂટ આપનાર કનૈયાલાલ દરજીની કટ્ટરવાદીઓએ હત્યા કરી હતી અને તેની ગંભીર અસર થઈ હતી. ત્યારે લોકોને દેશભક્તિની સરકાર જોઈતી હતી. જે દરેકને માન આપે છે. અમે એવી સરકાર ઈચ્છીએ છીએ જે હિંદુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરે. લાલ ડાયરી બધા જાણે છે. લાલ ડાયરીનું આ પ્રકરણ લાંબા સમય સુધી ચાલતું રહ્યું.

આ પણ વાંચો:Election Results 2023/Election Results Live: છત્તીસગઢ સહિત ત્રણ રાજ્યોનો જનાદેશ…મોદી એટલે જીતની ગેરંટી!

આ પણ વાંચો:Election Result/ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ પાછળ, I.N.D.I.A ગઠબંધન પર મંડરાયો ખતરો?

આ પણ વાંચો:સુરત/ચિગાર નામક જંતુ કરડવાથી થતો જીવલેણ રોગનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો શું છે લક્ષણો