Bihar/ ‘લગ્નની પહેલી રાતથી જ પુરુષ…’ નીતિશ કુમારની જીભ લપસી

નીતીશ કુમાર ગૃહમાં બોલી રહ્યા હતા ત્યારે મહિલા ધારાસભ્યો પણ હાજર હતા

Top Stories India Videos
Nitish Kumar s awkward explainer on population control girls education 'લગ્નની પહેલી રાતથી જ પુરુષ...' નીતિશ કુમારની જીભ લપસી

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જાતિ સર્વેક્ષણ રિપોર્ટ પર મંગળવારે વિધાનસભામાં નિવેદન આપી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે વસ્તી નિયંત્રણ અંગે જ્ઞાન આપવાનું શરૂ કર્યું. દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે એવું બોલી નાખ્યું કે વિવાદ શરૂ થઇ ગયો છે. તેમણે એવું કહીને ગૃહમાં વિવાદ ઊભો કર્યો છે કે બિહારમાં વસ્તી નિયંત્રણમાં કોઈ ઘટાડો થશે નહીં કારણ કે પુરુષો જવાબદારી લેતા નથી જ્યારે મહિલાઓ અશિક્ષિત છે. નીતીશ કુમારે વધુમાં કહ્યું કે અમે જાણતા હતા કે તે પુરૂષો જવાબદારી નહીં લે. તેથી, અમે મહિલાઓના ઉત્થાન માટે ઘણી યોજના લઇને આવ્યા છીએ. છોકરીઓને શિક્ષિત કરવા માટે કામ કર્યું જેથી તેઓ જાગૃત બને.

શું કહ્યું નીતીશ કુમારે
બિહારના સીએમ નીતીશ કુમારે ગૃહની અંદર જણાવ્યું કે તેમણે બિહારમાં વસ્તીને કેવી રીતે નિયંત્રિત કરી. નીતીશ કુમારે કહ્યું કે પુરૂષો લગ્નની પહેલી રાતથી જ યુવતી સાથે….. . અને તેમાં બાળકો પેદા થઇ જાય છે. જો યુવતી શિક્ષિત હશે તો અમને ખબર છે કે પુરૂષને…. . પરંતુ જો યુવતી શિક્ષિત હશે તો યુવકને છેલ્લી ઘડી….. તો પુરૂષ બહાર …. . પુરૂષ… હવે વસ્તી ઘટી રહી છે.

https://twitter.com/mantavyanews/status/1721875211019334067

નીતિશ કુમારે કહ્યું- બધાએ સમજવું જોઈએ
ગૃહમાં બોલતા નીતિશ કુમારે કહ્યું કે દરેકને યોગ્ય રીતે સમજવું જોઈએ. અહીં બેઠેલા પત્રકારોએ પણ સમજવું જોઈએ. નીતીશ કુમાર સદનમાં કહેતા રહ્યા કે છોકરીના ભણતરથી કેવી રીતે અને શું ફાયદો થયો. નીતિશ કુમાર જ્યારે વસ્તી નિયંત્રણ પર જ્ઞાન આપી રહ્યા હતા ત્યારે તેમની પાછળ બેઠેલા મંત્રીઓ અને ધારાસભ્યો હસતા હતા. જોકે, જ્યારે તેમને લાગ્યું કે નીતીશ કુમારે કાબૂ ગુમાવી દીધો છે ત્યારે તેઓ શરમ અનુભવતા હતા. જ્યારે નીતીશ કુમાર ગૃહમાં બોલી રહ્યા હતા ત્યારે મહિલા ધારાસભ્યો પણ હાજર હતા.


આ પણ વાંચોઃ Bihar/ ખેડૂતો ‘કંગાળ’, બ્રાહ્મણોની હાલત દયનીય, ચોંકાવનારો છે બિહારનો આર્થિક સર્વે રિપોર્ટ

આ પણ વાંચોઃ FireCracker Ban/ ફટાકડા પર પ્રતિબંધ ફક્ત દિલ્હીમાં નહીં સમગ્ર દેશમા લગાવોઃ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચોઃ Mission Sucess/ ભારતની વધુ એક સિદ્ધિ, ‘પ્રલય’ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.