jamanagar/ રાજકોટ અગ્નિકાંડથી કોઈ પદાર્થપાઠ લીધો નથી, જામનગર કોર્પોરેશન હજુ બેફિકર

રાજકોટ ગેમઝોનની જીવલેણ દુઘર્ટના બાદ જામનગરમાં ફાયર એનઓસી અને……….

Top Stories Gujarat Others
Image 2024 06 11T154720.603 રાજકોટ અગ્નિકાંડથી કોઈ પદાર્થપાઠ લીધો નથી, જામનગર કોર્પોરેશન હજુ બેફિકર

@સાગર સંઘાણી

Jamnagar: રાજકોટ ગેમઝોનની જીવલેણ દુઘર્ટના બાદ જામનગરમાં ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી વગરની  હોટલ, રેસ્ટોરન્ટ, શાળા, કોલેજ, હોસ્પિટલ મહાપાલિકાએ ધડાધડ સીલ કરાઈ છે. જોકે ખાટલે મોટી ખોટની માફક જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલના બેડમીન્ટન કોર્ટ, ટેબલ ટેનીસ રૂમ અને લોબીમાં ફાયરના સાધનો નથી. વેકેશન ચાલી રહ્યું હોય દિવસમાં 250 થી વધુ ખેલાડીઓ રમવા આવી રહ્યા છતાં પણ સુવિધા ઉભી કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

WhatsApp Image 2024 06 11 at 3.36.48 PM રાજકોટ અગ્નિકાંડથી કોઈ પદાર્થપાઠ લીધો નથી, જામનગર કોર્પોરેશન હજુ બેફિકર

રાજકોટ અગ્નિકાંડને પગલે રાજ્ય આખું હચમચી ગયું છે. છતાં પણ જામનગરનું તંત્ર હજુ બેફિકર છે. જામનગરના સ્પોર્ટ સંકુલ માં ફાયરના સાધનોની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવાનું વિપક્ષ દ્વારા  મીડિયાના માધ્યમ થકી ૨૦ દિવસ અગાઉ તંત્રનું ધ્યાન દોરવા છતાં તંત્ર હજુ કુંભકરણની નિંદ્રામાં સૂતું છે. દુર્ઘટનાઓની વણઝારા વચ્ચે પણ તંત્ર દ્વારા આ સ્થળે સુવિધા ઉભી કરવામાં આવી નથી. આંથી શું તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેઓ ઘાટ સર્જાઇ રહ્યો છે. હવે જો તાત્કાલિક  સેફ્ટી ઊભી કરવામાં નહીં આવે તો આ સ્થળે વિપક્ષ દ્વારા સીલ મારી દેવામાં આવશે તેવી ચીમકી ઊચ્ચારાઈ છે.

ખાસ વાત તો એ છે કે જામ્યુંકો દ્વારા આવી ગંભીર બેદરકારી અંગે અધિકારીઓને હજુ પણ ધ્યાન નથી. લાંબા સમયથી ફાયર સાધનો ઉપયોગ વિહોણા થઈ ગયા હોવા છતાં તંત્રના અધિકારીઓને આ વાત ધ્યાનમાં આવી નથી. આથી તંત્રના આળસુ વહીવટને પગલે મોટી દુર્ઘટના સર્જાય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. બીજી બાજુ હાલ તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આવી વસ્તુ ધ્યાનમાં આવશે તો તાત્કાલિક તેમની સામે પગલાં ભરવામાં આવશે.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં

આ પણ વાંચો: ડુમસ જમીનકાંડમાં વલસાડના કલેક્ટર અને IAS અધિકારી આયુષ ઓક સસ્પેન્ડ