Tech News/ હવે Whatsapp પર કોઈ નહીં લઈ શકે સ્ક્રીનશોટ, આવી રહ્યું છે અદભૂત ફીચર

સ્ક્રીનશૉટ્સ દર્શાવે છે કે વૉટ્સએપ વ્યૂ-વન્સ ફાઇલો માટે નવી પ્રેઝન્ટેશન સ્ક્રીન પર કામ કરી રહ્યું છે, જ્યાં વપરાશકર્તાઓ માટે ઈમેજ અને વીડિયોના સ્ક્રીનશૉટ્સ લેવાનું…

Trending Tech & Auto
WhatsApp Screenshot

WhatsApp Screenshot: Meta CEO માર્ક ઝકરબર્ગે આ મહિનાની શરૂઆતમાં WhatsApp માટે ત્રણ નવા પ્રાઈવસી ફીચર્સ લાવવાની જાહેરાત કરી હતી. આમાંની એક સુવિધા વ્યૂ વન્સ છે, જે ફોટા પરના સ્ક્રીનશોટને બ્લોક કરશે. આ નવી સુવિધાઓ આગામી અપડેટ્સ સાથે મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મમાં ઉમેરવામાં આવશે. સ્ક્રીનશોટ બ્લોકીંગ ફીચરમાં એક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે, જે યુઝરને ફોટો અને વીડિયોના સ્ક્રીનશોટ લેવાથી રોકે છે.

WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, કંપનીએ તાજેતરમાં Android 2.22.18.16 અપડેટ માટે WhatsApp બીટા રિલીઝ કર્યું છે. તેણે એન્ડ્રોઇડ 13 પર તમામ ટેસ્ટર્સ માટે એક એપ આઇકન ઉમેર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની WhatsApp વ્યૂ માટે સ્ક્રીનશોટ બ્લોક કરવા પર પણ કામ કરી રહી છે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે વોટ્સએપ બીટા માટે ડેવલપમેન્ટ તબક્કામાં છે. અને તે એપ્લિકેશનના આગામી અપડેટ્સ સાથે રોલઆઉટ કરવામાં આવશે. WABetaInfo એ આ ફીચર વિશે માહિતી આપતો સ્ક્રીનશોટ શેર કર્યો છે. સ્ક્રીનશોટ મુજબ, જ્યારે કોઈ યુઝર ‘વ્યૂ વન્સ’ ફીચરનો ઉપયોગ કરે છે, ત્યારે વોટ્સએપ એક પોપ-અપ બતાવશે કે તમે તેને ફોરવર્ડ, કોપી કે સેવ કરી શકતા નથી અને તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકતા નથી.

સ્ક્રીનશૉટ્સ દર્શાવે છે કે વૉટ્સએપ વ્યૂ-વન્સ ફાઇલો માટે નવી પ્રેઝન્ટેશન સ્ક્રીન પર કામ કરી રહ્યું છે, જ્યાં વપરાશકર્તાઓ માટે ઈમેજ અને વીડિયોના સ્ક્રીનશૉટ્સ લેવાનું અશક્ય હશે. જો કે પ્રાપ્તકર્તા હંમેશા સેકન્ડરી ફોન અથવા કેમેરાનો ઉપયોગ કરીને ફોટો લઈ શકે છે, પ્લેટફોર્મ તેમને તેનો સ્ક્રીનશોટ લેવાની મંજૂરી આપશે નહીં. એપ પર સ્ક્રીનશોટ ઓટોમેટિક થઈ જશે પરંતુ મોકલનારને તેના વિશે કોઈ સૂચના મળશે નહીં.

આ પણ વાંચો: Cricket / ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વે સામે સતત 14મી જીત, વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી

આ પણ વાંચો: Corona Virus / કોરોનાના સમયગાળામાં ડોકટરો દર્દીઓને ડોલો 650 કેમ આપતા? વાંચો સંપૂર્ણ અહેવાલ

આ પણ વાંચો: Pakistan / જેલના સળિયા પાછળ જઈ શકે છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, સેના સાથે પંગો લેવો પડ્યો ભારે