No repeat theory/ જીતેલા ધારાસભ્યોને એક લિમિટમાં રાખવા તે એક પડકાર જ હોય છે

આજના ખાડે ગયેલ રાજકારણમાં સત્તાની લોલીપોપ આપ્યા વિના ટીમ અપ રાખવું તે દાદ માંગતી બાબત છે . આ થિયરી ટોપ થી બોટમ લાગુ કરવામાં આવે અને તેમાં પણ જો નેતાઓમાં સત્તા વિના પ્રજાની અને પક્ષની સેવાની ભાવના વિકસાવી શકાય તો આ એક નવા રાજકીય યુગના મંડાણ સાબિત થાય.

Gujarat Others Trending
મોદી શાહ જીતેલા ધારાસભ્યોને એક લિમિટમાં રાખવા તે એક પડકાર જ હોય છે

ગુજરાતનો રાજકીય સિનારિયો કોઈ કોલાહલ વિના જેટલી ઝડપી બદલાયો એટલી જ જલ્દી બધું થાળે પડી ગયું હોય તેમ લાગે છે. આ સ્થિતિમાં જે હલચલ થવી જોઈતી હતી તે થઇ નથી. બને કે, સંગઠન કે કાર્યકર્તાઓમાં આછો ગણગણાટ હોય પરંતુ બહારથી બધું સમુસુતરું ઉતર્યું છે. અને આ જ બાબત સાબિત કરે છે કે, સંગઠન પરની પક્ષ પકડ મજબૂત છે. કાર્યકર્તાઓમાં કચવાટ ભલે હોય પરંતુ એક ડિસિપ્લિન લેવલ જળવાયું છે. તે જ પક્ષની સિદ્ધિ ગણાય. બાકી બધા જાણે જ છે કે, રાજકારણમાં સત્તાનો મોહ ભલભલાને મેનરલેસ બનાવી નાખે છે. શરમ છોડી બળવો કરવા પ્રેરાય છે, જો, કે ભૂતકાળમાં આવું બન્યું છે અને દેશના વડાપ્રધાન પણ આફ્ટર ઓલ તેની જ નીપજ છે.

rina brahmbhatt1 જીતેલા ધારાસભ્યોને એક લિમિટમાં રાખવા તે એક પડકાર જ હોય છે

ખેર આ પક્ષની જીત છે જેમાં મોદીજી, અમિત શાહ કે સી.આર , પાટીલનું પ્રભુત્વ છતું થાય છે. પરંતુ મુખ્ય મુદ્દો ત્યાર પછી નો તે પણ છે કે, નો રિપીટ થિયરી લાગુ કરવી તે કોઈપણ પક્ષ માટે આસાન રાહ ન જ હોય, આ એક સાહસ જ છે. જે બને કે, ચૂંટણીલક્ષી હોય પરંતુ સત્તારૂઢ સરકાર ચૂંટણીલક્ષી પગલાં ભરે તેમાં કઈ નવાઈ ન જ હોય. પરંતુ આવી બાબતો પ્રજા માટે નુકસાનકારક કે ઉલ્લુ બનાવનાર ન હોય તે જ જોવાનું રહે..અને લોકો પણ તેવું ક્યાંક તો ઈચ્છે કે, તેમને રબર સ્ટેમ્પ સરકાર ન મળે..મુખ્યમંત્રી કોઈપણ હોય પરંતુ તે સક્ષમ હોવા ખપે.

બાકી આજના ખાડે ગયેલ રાજકારણમાં સત્તાની લોલીપોપ આપ્યા વિના ટીમ અપ રાખવું તે દાદ માંગતી બાબત તો છે જ. બીજું કે . અગર આ થિયરી ટોપ થી બોટમ લાગુ કરવામાં આવે અને તેમાં પણ જો નેતાઓમાં સત્તા વિના પ્રજાની અને પક્ષની સેવાની ભાવના વિકસાવી શકાય તો આ એક નવા રાજકીય યુગના મંડાણ સાબિત થાય. પરંતુ આ રાહ આસાન નથી.

audi 10 જીતેલા ધારાસભ્યોને એક લિમિટમાં રાખવા તે એક પડકાર જ હોય છે

કેમ કે, આપણો આખો રાજકીય ઇતિહાસ કે રાજકીય મેન્ટાલીટી તે પ્રકારે સ્થપાયેલ છે કે, લોકો રાજકારણ થી લઇ ધર્મકારણમાં તેમની સાત પેઢીઓ તારવવા જ આવે છે. અને આ બહુ દિવા જેવી બાબત છે. દૂર સુધી અને ચોતરફ રાજકીય ક્ષેત્રમાં નજર નાખવામાં આવે તો આ સ્થિતિ જોઈ શકાય છે. અને વળી તે બાબત પણ છે કે, એકવાર સત્તાનો સ્વાદ ચાખ્યો પછી તો લોકો આ ગાદી ન છોડવા ગમે તે હથકંડા અપનાવતા હોય છે.

જેમાં અહીં તેમ પણ કહી શકાય કે, સત્તા સુધી પહોંચવાનો માર્ગ ક્યારેક લાશો પર થઈને પણ પસાર કરાતો હોય છે..સત્તાને કોઈ સોશ હોતો નથી. કે ન દયાભાવ હોય છે. ઇતિહાસ આવા કેટલાય બનાવો અને સત્તાનશીનો થી ભરેલો પડ્યો છે. તેથી જ તેમ કહી શકાય કે, જીતેલા ધારાસભ્યોને પદ વિના કે એક લિમિટમાં રાખવા તે એક પડકાર જ હોય છે. બીજી તરફ એક બાબત તે પણ છે કે, કેટલાક તેવું પણ સમજી બેસે કે, તક મળી છે ને મળી છે તેને કેશ કરી લો. તો ક્યાંક આ નિર્ણય નુકસાન પણ કરાવી જાય.

એ તો હવે સમય જ કહેશે પરંતુ એક વાત છે કે, ભ્રષ્ટાચાર રોકવાની ક્યાંક એક નાનકડી શરૂઆત થઇ હોય તેમ જણાય છે. પરંતુ હજી ઘણા બદલાવ ની જરૂર છે. જે દિવસે લોકો સાચે જ પ્રજાની સેવા કરવા જ રાજકારણમાં આવશે તે દિવસે દેશની સ્થિતિ અને પરિસ્થિતિ ખુબસુરત હશે તેમાં કોઈ શક નથી..

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક 

ઉત્તર પ્રદેશ / ધર્મ પરિવર્તન સિન્ડિકેટ ચલાવવા બદલ મૌલાનાની ધરપકડ, વિદેશથી ભંડોળ આવી રહ્યું હતું