અમદાવાદ/ આજથી શહેરમાં No Vaccine No Entry નો અમલ કરવામાં આવી રહ્યો છે

કોઇપણ સ્થળે જવું હોય તો આજથી 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની પાસે ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મોબાઈલમાં ઈ-કોપી અચૂક રાખવી પડશે

Ahmedabad Gujarat
Untitled 225 આજથી શહેરમાં No Vaccine No Entry નો અમલ કરવામાં આવી રહ્યો છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી નો વેકિસન-નો એન્ટ્રીના  નિર્ણયનો અમલ કરવામાં  આવી રહ્યો છે  થવાની છે. આજથી કોરોના વેકિસન  નહીં લેનારા લોકોને એ.એમ.ટી.એસ. , બી.આર.ટી.એસ.સાબરમતી રિવરફ્રન્ટ , કાંકરીયા લેકફ્રન્ટસહિત સિવિક સેન્ટરો  તથા મ્યુનિ.ના બિલ્ડીંગોમાં  પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયાની જાહેરાત કરાઈ છે. જેના માટે તમારે કોરોના રસી લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે. સર્ટિફિકેટ બતાવનારને જ આ તમામ જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો :ગરીબોની વીજળી થશે માફ અને ખેડૂતોને મળશે ફરીથી કનેક્શન, નવા પંજાબ CM ચરણજિતસિંઘ ચન્નીની જાહેરાત

કોઇપણ સ્થળે જવું હોય તો આજથી 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની પાસે ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મોબાઈલમાં ઈ-કોપી અચૂક રાખવી પડશે. પ્રથમ ડોઝ લીધો ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતા પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને સોમવારથી પ્રવેશ મળી શકશે નહીં.

આ પણ વાંચો :નો રિપીટ થિયરીના ‘ઇન્જેક્શન’થી નરેન્દ્ર મોદીએ કર્યો ગુજરાતના રાજકારણનો ઇલાજ

શહેરમાં આવેલા નાના-મોટા ૨૮૩ બગીચાઓમાં જે મુલાકાતીઓએ કોરોના વેકિસન નહીં લીધી હોય એમને પ્રવેશ આપવામાં આવશે નહીં.મ્યુનિ.ના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેકટર જિજ્ઞોશ પટેલના કહેવા પ્રમાણે,બગીચામાં પ્રવેશ માટે કોરોના વેકિસન લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે.

આ પણ વાંચો :માફિયા ડોન અતિક અહમદને ન મળી શક્યા ઓવૈસી, કોંગ્રેસે નિશાન સાધ્યું