Not Set/ કૈલાશ સત્યાર્થીના ઘરેથી ચોરો નોબેલ પુરસ્કાર ઉઠાવી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

નવી દિલ્હીઃ નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીના દિલ્હી સ્થિત નિવાસ્થાનેથી  સોનાના ઘરેણાની સાથે સાથે નોબેલ પુરસ્કારની રેપ્લિકા અને સર્ટિફિકેટ પણ ઉઠાવી ગયા છે. સત્યાર્થીનું ઘર કાલકાજીના અલકનંદા અપાર્ટમેન્ટમાં છે. હાલમાં સત્યાર્થી એક કાર્યક્રમમાં ભાગ લેવા મટે લેટિન અમેરિકા ગયેલા છે. મંગળવાર સવારે જ્યારે એનજીઓના કર્મચારી ઘરે પહોંચ્યા તો તેમણે જોયું કે,  તાળુ તુટેલું હતું.  અંદરથી […]

India
kailash1 1486445155 કૈલાશ સત્યાર્થીના ઘરેથી ચોરો નોબેલ પુરસ્કાર ઉઠાવી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

નવી દિલ્હીઃ નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીના દિલ્હી સ્થિત નિવાસ્થાનેથી  સોનાના ઘરેણાની સાથે સાથે નોબેલ પુરસ્કારની રેપ્લિકા અને સર્ટિફિકેટ પણ ઉઠાવી ગયા છે. સત્યાર્થીનું ઘર કાલકાજીના અલકનંદા અપાર્ટમેન્ટમાં છે. હાલમાં સત્યાર્થી એક કાર્યક્રમમાં ભાગ લેવા મટે લેટિન અમેરિકા ગયેલા છે.

મંગળવાર સવારે જ્યારે એનજીઓના કર્મચારી ઘરે પહોંચ્યા તો તેમણે જોયું કે,  તાળુ તુટેલું હતું.  અંદરથી સામાન ગાયબ હતો.  ત્યાર બાદ તેમણે પોલીસને જાણકારી આપી હતી . દિલ્હી પોલીસ અને ફોરેન્સિક એક્સપર્ટ ચોરીના સ્થળે પહોંચી ગયા છે. ચોરીની કડીઓ મેળવવા માટે  આજુબાજુના સીસીટીવી કેમરા તપાસ કરવામાં આવી રહ્યા છે.  ચોરો ઘરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમરાના સીડીઆર પણ સાથે લઇ ગયા છે.