PM Modi-North Gujarat/ નર્મદાના પાણીથી પાણીદાર બન્યું ઉત્તર ગુજરાતઃ પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણામાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે. ઉત્તર ગુજરાતે સુજલામ સુફલામ યોજનાને સફળ બનાવી હતી. સિંચાઈની નવી ટેકનોલોજીના કારણે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે.

Top Stories Gujarat
Modi North Gujarat નર્મદાના પાણીથી પાણીદાર બન્યું ઉત્તર ગુજરાતઃ પીએમ મોદી

મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે, રાજ્યના મહેસાણા જિલ્લામાં રૂ. 5,950 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ ખેડૂતોને મજબૂત કરશે અને જિલ્લામાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેઓ જે પણ વચન આપે છે, તે પૂરા કરે છે અને ‘લોકો તેના વિશે જાણે છે.’ પીએમ મોદીએ કહ્યું કે “લોકો જાણે છે કે જ્યારે હું કોઈ પ્રતિજ્ઞા લઉં છું, ત્યારે હું તેને પૂર્ણ કરું છું… દેશ “સ્થિર સરકારના કારણે ઝડપી વિકાસ થાય છે.”

PM નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરીને પ્રવાસની શરૂઆત કરી હતી. મહેસાણા રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે આજે 30મી ઓક્ટોબર છે અને આવતીકાલે 31મી ઓક્ટોબર છે, આ બંને દિવસો આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. આજે ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ છે. તેમનું જીવન અને તેમના કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે.

પીએમ નરેન્દ્ર મોદીએ મહેસાણામાં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે. ઉત્તર ગુજરાતે સુજલામ સુફલામ યોજનાને સફળ બનાવી હતી. સિંચાઈની નવી ટેકનોલોજીના કારણે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. દરેક ઘરમાં નર્મદા માતાનું પાણી પહોંચી ગયું છે. ઉત્તર ગુજરાતના બટાકા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ફ્રેન્ચ ફ્રાઈસ માટે ઉત્તર ગુજરાતના બટાકાની માંગ છે. બનાસકાંઠામાં મેગા ફૂડ પાર્ક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ડેરી મોડલ જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ઘેર-ઘેર નર્મદાનું પાણી મળ્યું છે. છેક કચ્છ સુધી અને સૌરાષ્ટ્ર સુધી નર્મદા મૈયા આપણી તરસ બુઝાવે છે. તેના લીધેગુજરાતના શહેરોની સાથે ગુજરાતના કેટલાય ગામડાઓમાં પાણીના તળ ઊંચા આવ્યા છે. ઉત્તર ગુજરાતના દરેક ખેડૂતોએ દિલથી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી લીધી છે. સિંચાઈની વ્યવસ્થા થતાં ગુજરાતનો ખેડૂત જ્યાં એક પાક પણ લઈ શકતો ન હતો તે આજે વર્ષમાં બેથી ત્રણ પાક લેવા સક્ષમ બન્યો છે. આ છે માતા નર્મદાની તાકાત, જે તેના પુત્રોને નવજીવન જ નહી સમૃદ્ધિ પણ બક્ષે છે. આજે બનાસકાંઠાનો 70 ટકા વિસ્તાર માઇક્રો ઇરિગેશન હેઠળ આવી ગયો છે. આ જ સિંચાઈ પદ્ધતિ હવે સમગ્ર દેશને નવી દિશા બતાવનારી છે.


whatsapp ad White Font big size 2 4 નર્મદાના પાણીથી પાણીદાર બન્યું ઉત્તર ગુજરાતઃ પીએમ મોદી


આ પણ વાંચોઃ Heart Attack/ રાજ્યના યુવાનોમાં હાર્ટએટેકથી થતા મોતનો સિલસિલો યથાવત્

આ પણ વાંચોઃ UP ACCIDENT/ ઉ.પ્ર.માં સ્કૂલ બસ અને વાન વચ્ચે જોરદાર ટક્કર, ચાર બાળકો સહિત પાંચના મોત

આ પણ વાંચોઃ Assembly Elections 2023/ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હી મુખ્યાલય પર આજે મનોમંથન