Predictions/ 2021 ને લઇને નાસ્ત્રેદમસે કરી હતી આ 7 ભવિષ્યવાણી, તો શું આવતા વર્ષે પણ…?

2021 વિશે નાસ્ત્રેદમસે 7 આગાહીઓ કરી હતી, જેને લઇને એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વમાં આપદાઓ આવી શકે છે. ફ્રેન્ચ ભવિષ્યવક્તા માઇકલ દી નાસ્ત્રેદમસની આગાહીઓ વર્ષો પછી સાચી સાબિત થઈ રહી છે….

Trending
zzas1 52 2021 ને લઇને નાસ્ત્રેદમસે કરી હતી આ 7 ભવિષ્યવાણી, તો શું આવતા વર્ષે પણ...?

2021 વિશે નાસ્ત્રેદમસે 7 આગાહીઓ કરી હતી, જેને લઇને એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વમાં આપદાઓ આવી શકે છે. ફ્રેન્ચ ભવિષ્યવક્તા માઇકલ દી નાસ્ત્રેદમસની આગાહીઓ વર્ષો પછી સાચી સાબિત થઈ રહી છે. તેમની 70 ટકા આગાહીઓ સાચી પડી છે. સેંકડો વર્ષો પહેલા, નાસ્ત્રેદમસ લેસ પ્રોફેસીસ નામનાં પુસ્તક દ્વારા ઘણી આગાહીઓ કરી હતી. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1555 માં આવી હતી. નાસ્ત્રેદમસનાં આ પુસ્તકમાં કુલ 6338 ભવિષ્યવાણી છે, જેમાંથી મોટા ભાગની સાચી થઈ છે.

જાણો નાસ્ત્રેદમસની 7 ભવિષ્યવાણી વિશે

    • નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીની પુસ્તક સેન્ચ્યુરીમાં લખ્યું છે કે, ‘સમુદ્રનાં નામવાળો ધર્મ, ચંદ્ર પર નિર્ભર લોકો કરતા ઝડપથી પ્રગતિ કરશે અને તેને ડરાવશે ‘એ ‘અને’ એ’ દ્વારા ઘાયલ બે લોકો.
    • ‘લોકો લાલની વિરુદ્ધ એક થશે, પણ કાવતરું અને છેતરપિંડી નિષ્ફળ જશે.’ ‘પૂર્વનો નેતા પોતાનો દેશ છોડશે, ઇટાલીનાં પર્વતો પાર કરશે અને ફ્રાન્સ જોશે. તે હવા, પાણી અને બરફથી ઉપર જઇને અને બધાને દંડ આપશે.
    • ‘તેનો જન્મ ત્રણ બાજુથી ઘેરાયેલા સમુદ્ર વિસ્તારમાં થશે, જે ગુરુવારે પોતાનો અવકાશ દિવસ જાહેર કરશે. તેની પ્રશંસા અને પ્રસિદ્ધિ, સત્તા અને શક્તિ વધતી જશે અને જમીન તથા સમુદ્રમાં તેના જેટલો શક્તિશાળી કોઈ નહીં હોય.’
    • ‘પાંચ નદીઓનાં પ્રખ્યાત ટાપુ રાષ્ટ્રમાં એક મહાન રાજકારણી ઉદય કરશે. આ રાજનેતાનું નામ ‘વરણ’ અથવા ‘શરણ’ હશે અને તે હવા દ્વારા દુશ્મનની ઘેલછાને સમાપ્ત કરશે અને આ ક્રિયામાં 6 લોકો માર્યા જશે.’
    • ‘ટૂંક સમયમાં સમગ્ર વિશ્વનાં વડા, મહાન ‘શાયરન’ હશે જેમને દરેક પ્રેમ કરશે અને પાછળથી તે ઉગ્ર અને ભયાનક બનશે. તેની ખ્યાતિ આકાશને સ્પર્શશે અને વિજેતા તરીકે તેમનું સન્માન કરવામાં આવશે.’ ‘એશિયામાં જે હશે તે યુરોપમાં નહીં હોય. એક વિદ્વાન શાંતિદૂત તમામ રાષ્ટ્રો પર પ્રભુત્વ કરશે.
    • આ સમય દરમિયાન ‘એલસ’ નામે એક અન્ય વ્યક્તિ હશે, જેની બર્બરતા વિશે લખવામાં આવ્યુ છે – ‘આખરે તેનો હાથ લોહિયાળ એલસ (ALUS) સુધી પહોંચશે. સમુદ્રી રસ્તેથી ભાગવામાં પણ નિષ્ફળ રહેશે. સેના તેને 2 નદીઓ વચ્ચે ઘેરી લેશે. ક્રુદ્ધ કાળો તેને તેના કર્મોની સજા કરશે.
    •  ‘પૈગંબરનાં કુલ નામનાં છેલ્લા અક્ષરથી પહેલાનાં નામ સાથેનો સોમવારને પોતાનો અવકાશ દિવસ જાહેર કરશે. તે અન્યાયી કાર્ય પણ કરશે. લોકોને કરમાંથી મુક્તિ આપશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો