Gujarat election 2022/ ગુજરાતમાં એન્ટિ ઇન્કમ્બન્સી નહી પણ વિકાસની લહેરઃ સી આર પાટિલ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે જણાવ્યું હતું કે ગુજરાતમાં એન્ટિ ઇન્કમ્બન્સી નહી પણ વિકાસની લહેર ચાલી રહી છે. મોંઘવારી, પેટ્રોલ- ગેસના ભાવવધારા અને કોરોનાના મારના સંદર્ભમાં જવાબ આપતા જણાવ્યું હતું કે અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપમાં મોંઘવારી ચાર-ચાર દાયકાના ઊંચા સ્તરે છે તેવી સ્થિતિમાં પણ સરકારે મોંઘવારીને નોંધપાત્ર રીતે અંકુશમાં રાખીને લોકોને રાહત આપી છે.

Top Stories Gujarat
Agresar gujarat ગુજરાતમાં એન્ટિ ઇન્કમ્બન્સી નહી પણ વિકાસની લહેરઃ સી આર પાટિલ
  • સીઆર પાટિલે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન લોન્ચ કર્યુ
  •  સમગ્ર વિશ્વ મોંઘવારીના ખપ્પરમાં જ્યારે ભારતમાં તુલનાત્મક રીતે સ્થિતિ સારી
  • અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપમાં મોંઘવારી ચાર-ચાર દાયકાના ઊંચા સ્તરે
  • ભાજપ લોકોના સપનાનું ગુજરાત બનાવવા પ્રયત્ન કરે છે

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે જણાવ્યું હતું કે ગુજરાતમાં એન્ટિ ઇન્કમ્બન્સી નહી પણ વિકાસની લહેર ચાલી રહી છે. મોંઘવારી, પેટ્રોલ- ગેસના ભાવવધારા અને કોરોનાના મારના સંદર્ભમાં જવાબ આપતા જણાવ્યું હતું કે અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપમાં મોંઘવારી ચાર-ચાર દાયકાના ઊંચા સ્તરે છે તેવી સ્થિતિમાં પણ સરકારે મોંઘવારીને નોંધપાત્ર રીતે અંકુશમાં રાખીને લોકોને રાહત આપી છે.

કમલમ ખાતે ભાજપના અગ્રેસર ગુજરાત કેમ્પેઇનને લોન્ચ કરતાં સીઆર પાટિલે જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા વિકાસને વરેલી છે. સરકારના દરેક કાર્યમાં પ્રજાનો સહયોગહોયછે. તેથી જ કેમ્પેઇનમાં પણ અમે ભાજપના સંકલ્પ પત્ર માટે ગુજરાતની પ્રજાનો અભિપ્રાય માંગ્યો છે. આ માટે લોકો અગ્રેસર ગુજરાતની વેબસાઇટ પર જઈને લોગ ઇન કરીને તેમનો અભિપ્રાય આપી શકે છે અથવા 78 78 182 182 પર સૂચનો પણ આપી શકે છે. 15 નવેમ્બર સુધી લોકોના સૂચનો મંગાવાશે.

ભાજપ માટે પ્રજાના સૂચનો અને સહયોગ અત્યંત મહત્વનો રહ્યા છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશિર્વાદ આપી સત્તાની જવાબદારી આપે છે અને ભાજપ સત્તાના માધ્યમથી સેવા કરે છે જેના કારણે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી. તેની સાથે ગુજરાતની પ્રજા ભાજપને જનાદેશ આપશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યુ હતુ. તેમણે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોઈપણ નેતાના સગાને ટિકિટ આપશે નહીં.

ભાજપ લોકોના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ કરે છે અને આ પ્રયાસમાં પ્રજાનો અણમૂલો સહયોગ છે. કેટલીય વિપદાઓ વચ્ચે પણ ગુજરાતની પ્રજાએ ભાજપનો સાથ છોડ્યો નથી, કારણ કે ભાજપના પ્રયત્નોને ગુજરાતની પ્રજા બીરદાવે છે. પ્રજાને આપેલા વચનો પૂરા કરવાના અમારા પ્રયત્નો બધાએ જોયા છે. હજી ઘણા વચન પૂરા કરવાના બાકી છે અને તેના માટે જ અમે જનમત જાણવા માંગીએ છીએ.
અગ્રેસર ગુજરાત કેમ્પેઇનમાં સૂચના પેટી દરેક તાલુકા મંડળ, દરેક જાહેર સ્થળો પર,ગ્રામ પંચાયતો પર મુકવામાં આવનાર છે અને પોસ્ટ કાર્ડ માધ્યમ થકી ગુજકાતની જનતા તેમના સૂચનો જણાવી શકશે તેમજ www.agresargujarat.comની વેબસાઇટ તેમજ 78 78 182182 નંબર પર પણ ભાજપના સંકલ્પો અંગે સૂચનો જણાવી શકશે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી આવી ગઇ છે ત્યારે રાજયની પ્રજાના સૂચનો એ ભાજપનો સંકલ્પ રહ્યો છે અને એટલે તારીખ 5 થી 15 દરમિયાન જનતા જનાર્દનના સૂચનોનો લઇ ભારતીય જનતા પાર્ટી વિચારવિમર્શ કર્યા પછી સંકલ્પ પત્ર તૈયાર કરી જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.

પાટીલે વધુમાં જણાવ્યું કે, ગત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા તેમાં મોટા ભાગના વચનો પૂર્ણ કરવામાં આવ્યા છે તો જે વચનો બાકી છે તે સંકલ્પો પુરો કરવાના પ્રયાસો ચાલુ છે તે સિવાચ ભાજપે જે વચનો નથી આપ્યા છતા જનતાની અપેક્ષાને પુર્ણ કરવામા ક્યાંય કચાસ બાકી રાખી નથી. જનતાને આપેલા વચનો ભાજપ હમેંશા પુર્ણ કરે છે અને એટલે જ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશિર્વાદ આપી સત્તા આપે છે અને ભાજપ સત્તાના માધ્યમથી સેવા કરે છે જેના કારણે ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી..
પાટીલે ઉમેર્યુ હતું કે, આ વખતની વિઘાનસભામાં ગુજરાતની જનતા ઐતિહાસિક બેઠક આપશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં આજે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ કરે છે.
તેમણે જયનારાયણ વ્યાસજીના રાજીનામાં અંગે પુછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું કે, જયનારાયણભાઇ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે હતા. જયનારાયણભાઇને પાર્ટીએ 2 વખત ટીકિટ આપી હતી કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂકયા છે પરંતુ 75 વર્ષ પછી ભાજપમાં ટીકિટની અપેક્ષા નહી હોય અને આ પાર્ટીનો એક નિયમ છે તેના કારણે તેમને રાજીનામું આપ્યું હશે જેને પાર્ટીએ સ્વીકાર્યુ છે.

તેમણે ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પુછાયેલા સવાલમાં જણાવ્યું કે, ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ નથી આપવાની. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રીઓ પ્રદીપસિંહ વાઘેલા,  ભાર્ગવભાઇ ભટ્ટ, વિનોદભાઇ ચાવડા, પ્રદેશના પ્રવકતા અને મેનિફેસ્ટો કમિટિના ચેરમેન યમલભાઇ વ્યાસ, કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.