Not Set/ શાળામાં મહિલા કર્મચારી સાથે રાસલીલા મનાવી રહ્યો હતો આચાર્ય, વિદ્યાર્થીઓ જોઇ ગયા અને પછી…

શાળા કે જ્યા વિદ્યાર્થીઓ ભણવા આવે છે પોતાના ઉજળા ભવિષ્યનો પાયો નાખવા માટા આ છે ત્યા જ શાળાનાં આચાર્ય દ્વારા એક એવુ કામ કરવામાં આવ્યુ છે કે જેણે શાળાને બદનામ કરી દીધી છે.  મળી રહેલી માહિતી અનુસાર શાળાનાં આચાર્ય એક મહિલા કર્મચારી સાથે અસભ્ય હાલતમાં જોવા મળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આજે શિક્ષણનું મંદિર […]

Top Stories India
Principal શાળામાં મહિલા કર્મચારી સાથે રાસલીલા મનાવી રહ્યો હતો આચાર્ય, વિદ્યાર્થીઓ જોઇ ગયા અને પછી...

શાળા કે જ્યા વિદ્યાર્થીઓ ભણવા આવે છે પોતાના ઉજળા ભવિષ્યનો પાયો નાખવા માટા આ છે ત્યા જ શાળાનાં આચાર્ય દ્વારા એક એવુ કામ કરવામાં આવ્યુ છે કે જેણે શાળાને બદનામ કરી દીધી છે.  મળી રહેલી માહિતી અનુસાર શાળાનાં આચાર્ય એક મહિલા કર્મચારી સાથે અસભ્ય હાલતમાં જોવા મળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આજે શિક્ષણનું મંદિર કહેવાતા શાળાઓને અસામાજિક પ્રવૃત્તિઓનો આધાર બનાવવામાં આવી રહ્યો છે. આ વાતની જાણ થતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ શાળામાં કામ કરતા સાથીઓ સાથે મળીને ગેરકાયદેસર સંબંધ રાખતા આચાર્યને પકડી ઢોર માર માર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઓડિશાનાં બાલાસોર જિલ્લાનાં હસનપુર ગામમાં આવેલી રેસિડેન્શિયલ શાળાનાં આચાર્ય રાજીવ લોચનનાં ત જ શાળાની એક મહિલા સાથે ગત થોડા સમયથી ગેરકાયદેસર સંબંધ હતા. આટલું જ નહીં, બંને શાળાનાં પરિસરમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. આચાર્યનાં દુષ્કર્મ જોઈને વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાને આ માહિતી આપી હતી. વાલીએ આચાર્યને ફરીથી શાળામાં આવુ ન કરવાની અને આવા કૃત્યોથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. તેમ છતાં, આચાર્યએ તેની ગંદી ટેવ છોડી ન હોતી અને તે મહિલા કર્મચારી સાથે રંગે હાથ પકડાઇ ગયો હતો.

શાળાનાં વાતાવરણને બગાડતા આચાર્ય અને મહિલા કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા હતા. તે જ સમયે ગામનાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે આચાર્ય રાજીવને ઢોર માર માર્યો હતો. બાદમાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.