Not Set/ પૂરતો સ્ટોક સરકાર તરફથી ફાળવામાં નહિ આવતા રસીકરણ માટે લોકો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા

સુરત ગ્રામ્યમાં રસી લેવા જતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે કારણે સરકાર તરફથી રસીકરણ કેન્દ્રો પર પૂરતો સ્ટોક નહિ ફાળવતા ઘણા લોકો રસી લીધા વગર જ પાછા ફરી રહ્યા છે.

Gujarat Surat
સુરત 2 પૂરતો સ્ટોક સરકાર તરફથી ફાળવામાં નહિ આવતા રસીકરણ માટે લોકો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા

લોકોમાં વેક્સીનને લઈને જે ગેરસમજ હતી કે રસી લઈશું તો બે વર્ષમાં મરી જઈશું, સરકાર દ્વારા વસ્તીને કાબુમાં લેવા રસી આપવામાં આવી રહી છે, રસીથી નપુંસકતા આવી જશેની વાતો ને હવે લોકોએ સાઈડ કરી છે અને હવે સ્વંભ્યુ રસી લેવા રસી કેન્દ્રો પર જઈ રહ્યા છે, પણ સુરત ગ્રામ્યમાં રસી લેવા જતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે કારણે સરકાર તરફથી રસીકરણ કેન્દ્રો પર પૂરતો સ્ટોક નહિ ફાળવતા ઘણા લોકો રસી લીધા વગર જ પાછા ફરી રહ્યા છે.

સુરત 4 પૂરતો સ્ટોક સરકાર તરફથી ફાળવામાં નહિ આવતા રસીકરણ માટે લોકો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા

કીમ પીએસચી કેન્દ્રો પર ઝરમર વરસાદ વચ્ચે રસી લેવા માટે પીએસચીના પટાંગણમાં લાંબી લાઈન

માત્ર 300 રસીનો જ સ્ટોક આવતા ઘણા લોકો રસી લીધા વિના જ પરત ફર્યા

કીમ તેમજ આજુબાજુના 15 ગામની મુખ્ય PHC કીમ પર છેલ્લા કેટલાક દિવસોથી રસી માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે ઘણીવાર રસી ખૂટી જશે ના ડરથી લોકો ધક્કામુક્કી પણ થાય છે અને PHCના  માણસો દ્વારા પોલીસ બોલાવાની પણ ફરજ પડે છે ત્યારે આજરોજ વહેલી સવાથી જ કીમ PHC બહાર લોકોની લાંબી કતારો રસી લેવા માટે લાગી ગઈ હતી. PHC દ્વારા લોકો શિસ્તમાં રહે તે માટે પોલીસ પહેલે થી જ બોલાવી લીધી હતી.  અને ટોકન આપી રસી આપવાનું શરૂ કર્યું હતું. જોકે રસીનો માત્ર 300 જેટલા જ ડોઝ આવતા ઘણાં લોકોને રસી લીધા વગર જ પરત ફર્યા હતા.

સુરત રસી પૂરતો સ્ટોક સરકાર તરફથી ફાળવામાં નહિ આવતા રસીકરણ માટે લોકો ખાઈ રહ્યા છે ધરમના ધક્કા

હાલ રસી લેવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સુરત ગ્રામ્યના PHC કેન્દ્ર બહાર રસી લેવા લોકોની લાંબી કતારો લાગી રહી છે,કીમ PHC પાસે સવારથી ઝરમર વરસાદ વચ્ચે લોકો રસી લેવા આવી ગયા હતા જોકે રસીનો ઓછો સ્ટોક હોવાથી ઘણા લોકોને રસી લીધા વગરજ પરત ફર્યા હતા.