સનાતનીની તનાતની/ ફક્ત ભીંતચિત્રો જ નહીં, મગજ પરના ચિત્રો હટાવવાની જરૂર, સંપ્રદાય સામે કોર્ટના દ્વાર ખખડાવશે સનાતની

સ્વામિનારાયણ સંપ્રદાય સાથેના વિવાદને લઈને લીમડીમાં સંત સમાજની બેઠક યોજાઈ હતી, તે પૂરી થઈ છે. આ ધર્મસંમેલનમાં જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું છે કે ભીંતચિત્રો જ નહી તેમના મગજ પરના ચિત્રો હટાવવાની જરૂર છે. સંત સમાજે સંપ્રદાય સામે કોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય લીધો છે.

Top Stories Gujarat
Sant Samaj ફક્ત ભીંતચિત્રો જ નહીં, મગજ પરના ચિત્રો હટાવવાની જરૂર, સંપ્રદાય સામે કોર્ટના દ્વાર ખખડાવશે સનાતની

ધર્મસંમેલને પસાર કરેલા મહત્વના ઠરાવ

  • હનુમાનજીની મૂર્તિ પર લાગેલું સ્વામિનારાયણ તિલક હટાવવામાં આવે
  • સંપ્રદાયે સનાતન ધર્મના દેવીદેવતાનું અપમાન કર્યુ તેની નોંધ લઈ સરકાર તેમને સૂચના આપે
  • સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી કરવાનો કાયદો પસાર કરાય
  • સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મના દેવીદેવતાઓનું સ્થાપન કરવું નહી
  • સંપ્રદાયના સંતો-ભક્તોએ કોઈપણ સનાતન ધર્મના દેવીદેવતાના નામ લેવા નહીં
  • સ્વામિનારાયણ સંપ્રદાયે સનાતન ધર્મના શાસ્ત્રો, ગીતા, રામચરિત માનસનું પઠન કે યજ્ઞ કર્મકાંડ ન કરવું
  • સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મના હિંદુ દેવી દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય એ ભાગ કાયમી ધોરણે દૂર કરવામાં આવે
  • સનાતન ધર્મની કોઈપણ સંસ્થઆમાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેમને તાત્કાલિક દૂર કરવા
  • – સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનોને સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું.
  • સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણનો કબ્જો હોય તે ખાલી કરી સરકારને પરત કરવી

લીંબડીઃ સ્વામિનારાયણ સંપ્રદાય સાથેના Sanatani meeting વિવાદને લઈને લીમડીમાં સંત સમાજની બેઠક યોજાઈ હતી, તે પૂરી થઈ છે. આ ધર્મસંમેલનમાં જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું છે કે ભીંતચિત્રો જ નહી તેમના મગજ પરના ચિત્રો હટાવવાની જરૂર છે. સંત સમાજે સંપ્રદાય સામે કોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય લીધો છે.

મહારાજે જણાવ્યું હતું કે એક તક્તી કે ચિત્ર હટાવવાથી Sanatani meetingસમાધાન થતું નથી. અહીં જે લોકોએ સમાધાન કર્યુ છે તે તો ક્યાંય લડતમાં જ ન હતા, તો પછી સમાધાન થયું કઈ રીતે. આ ફક્ત એક જ મંદિરની વાત નથી. હજી પણ તેમના કેટલાય મંદિરમાં આડેધડ લખાણ છપાયેલા છે અને મૂર્તિઓ બનાવવામાં આવી છે. આમ વ્યાપારી કરણને વરેલા આ સંપ્રદાયને પદાર્થપાઠ શીખવાડવાનો સમય આવી ગયો છે. તેથી જ કોર્ટનો માર્ગ લેવાનો નિર્ણય લેવાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાયેલા ધર્મસંમેલનમાં Sanatani meeting સાધુસંતોની હાજરીમાં આઠ મુદ્દાઓ અંગે ઠરાવ થયા છે. તેમા સ્વામિનારાયણ સંપ્રદાય સામે કાયદાકીય લડત આપવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો છે. આજના ધર્મ સંમેલનમાં સનાતન ધર્મના સાધુસંતોએ કાયદાકીય માર્ગે આગળ વધવાની રણનીતિ બનાવી છે.

આની સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો નદીમાં પધરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સનાતન ધર્મની આગામી બેઠક હવે જૂનાગઢમાં મળશે. જૂનાગઢમાં મળનારી બેઠકમાં કમિટી રચાશે. સમિતિની રચના પછી હાઇકોર્ટમાં Sanatani meeting અરજી કરાશે. કોર્ટમાં સંપ્રદાય સામેના પુરાવા રજૂ કરાશે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા મનદીપ પાર્ટી પ્લોટમાં સાધુસંતો અને મહંતોનું મહાસંમેલન યોજાયું હતુ. આ મહાસંમેલનમાં અવધવિહારી દાસજી, શેરનાથ બાપુ, પ્રભુદાસજી બાપુ, ગીતાદીદી, દિલીપદાસજી, ઋષિ ભારતી Sanatani meeting બાપુ, લાલદાસ બાપુ, જ્યોતિર્નાથ બાપુ, ચૈતન્ય શંભુ મહારાજની સાથે ગુજરાત ઉપરાંત દેશભરમાંથી મહામંડલેશ્વરો અને સાધુસંતો હાજર રહ્યા હતા. તેની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યામાં ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

 

આ પણ વાંચોઃ See What Happened Next/ ‘ઇન્ડિયા’ ભારત બનશે, તો શું તમામ ભારતીય સાઇટ્સ થઈ જશે સ્થગિત ? જાણોસંપૂર્ણ વિગત

આ પણ વાંચોઃ અમદાવાદ/મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધવાનું યુવતીને પડ્યું ભારે, વારંવાર બની હવસનો શિકાર

આ પણ વાંચોઃ વિવાદનો ક્યારે આવશે અંત?/સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો હટવા છતાં સનાતની સંતો હવે લડી લેવાના મૂડમાં, આ 14 મુદ્દે કરી માગ

આ પણ વાંચોઃ Noise Pollution/મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો તો મર્યા સમજજો

આ પણ વાંચોઃ Big fan Of Modi/સુરતના આર્કિટેક્ટ નીકળ્યા PM મોદીના મોટા ફેન, જન્મદિવસ નિમિત્તે 7,200 હીરાથી જડેલી તસવીર બનાવી