Ahmedabad News: અમદાવાદીઓમાં આઇફોનને લઈને કેટલો ક્રેઝ છે કે કેટલાય અમદાવાદી તેના લોન્ચિંગના દિવસે જ તેને ખરીદવા મુંબઈ ગયા હતા. તેઓએ રીતસર કલાકોના કલાકો સુધી આઇફોનના સ્ટોરની બહાર ઊભા રહીને રાહ જોઈ હતી. પહેલા જેમ ફિલ્મો જોવા માટે લોકો ટિકિટો ખરીદવા માટે લાઇન લગાવતા હતા હવે તેવી જ રીતે આ લાઇન આઇફોનને ખરીદવા માટે લગાવવામાં આવી રહી છે.
#WATCH | Maharashtra: Apple begins its iPhone 16 series sale in India; a large number of people throng the company’s store in Mumbai’s BKC pic.twitter.com/5s049OUNbt
— ANI (@ANI) September 20, 2024
આ જ રીતે આઇફોન પાછળ પાગલ એક અમદાવાદીએ જણાવ્યું હતું કે તેના માટે અમદાવાદથી મુંબઈ ગયો છે. તેનું કહેવું છે કે, હું છેલ્લા 21 કલાકથી લાઈનમાં ઉભો છું. ગઈકાલે સવારે 11 વાગ્યાથી હું અહીં છું અને સવારે 8 વાગ્યે સ્ટોરમાં પ્રવેશનાર હું પહેલો વ્યક્તિ હોઈશ. હું આજે ખુબ જ ઉત્સાહિત છું. ગયા વર્ષે હું 17 કલાક લાઈનમાં ઊભો હતો.
#WATCH | Long queues seen outside the Apple store in Delhi’s Saket
Apple started its iPhone 16 series sale in India today. pic.twitter.com/hBboHFic9o
— ANI (@ANI) September 20, 2024
iPhone 16 સિરીઝના ફોન આજથી એટલે કે 20 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ છે. ભારતમાં દિલ્હી અને મુંબઈમાં Appleના બંને સત્તાવાર સ્ટોર્સ સવારે 8 વાગ્યે ખુલ્યા હતા. સામાન્ય રીતે તેઓ 11 વાગ્યે ખુલે છે. એપલના નવા મોબાઇલને ખરીદવા માટે બંને સ્ટોરની બહાર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી.
મુંબઈના BKC સ્ટોર પર અક્ષય નામના ગ્રાહકે જણાવ્યું કે તે સવારે 6 વાગ્યે આવ્યો હતો. તેણે iPhone 16 Pro Max ખરીદ્યો. કંપનીએ સોમવાર (9 સપ્ટેમ્બર) ના રોજ તેની વર્ષની સૌથી મોટી ઇવેન્ટ ‘Its Glowtime’માં AI ફીચર્સ સાથે iPhone 16 સિરીઝ લૉન્ચ કરી હતી. જેમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Maxનો સમાવેશ થાય છે. એપલે 13 સપ્ટેમ્બરથી તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. ગ્રાહકો સત્તાવાર વેબસાઇટ અને ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ફોન બુક કરી શકે છે.
ફોન 16 શ્રેણીની કિંમત અને સુવિધાઓ
iPhone 16 સિરીઝ યુએસ, ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા સહિત લગભગ 60 દેશોમાં લોન્ચ કરવામાં આવી છે. લાઇનઅપમાં ચાર મોડલનો સમાવેશ થાય છે – iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max. પ્રથમ વખત, Apple ભારતમાં તેની પ્રો સિરીઝને એસેમ્બલ કરવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે, જોકે આ મોડલ્સ પછીની તારીખે ઉપલબ્ધ થશે. કંપનીએ આઇફોન 16 પ્રો સિરીઝની કિંમત પણ પાછલા વર્ઝન કરતાં ઓછી રાખી છે, જેનું મુખ્ય કારણ તાજેતરના બજેટમાંથી આયાત ડ્યૂટીમાં ઘટાડો છે.
આ પણ વાંચો: આઇફોન યુઝર્સ ફરી જોખમમાં, Appleનું એલર્ટ – પેગાસસ જેવા નવા સ્પાયવેર હુમલો કરી શકે છે
આ પણ વાંચો: આઇફોનનું એક એવું ફીચર, જે જણાવે છે કે ‘સરકાર’ તમારી જાસૂસી કરી રહી છે કે નહીં
આ પણ વાંચો: હવે TATA બનાવશે આઇફોન, ભારતમાં અને વૈશ્વિક બજારમાં કરશે નિકાસ
