સ્પષ્ટતા/ આંગણવાડીમાં યુનિફોર્મનું વિતરણમાં એક પણ રૂ.નો ક્યાંય ભ્રષ્ટાચાર થયો નથી : ગણપત વસાવા

આંગણવાડી યુનિફોર્મ વિતરણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો  હોવવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જેને લઇ ભાજપ સરકારના મંત્રી ગણપત વસાવા દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

Top Stories Gujarat Others Trending
ganpat vasava આંગણવાડીમાં યુનિફોર્મનું વિતરણમાં એક પણ રૂ.નો ક્યાંય ભ્રષ્ટાચાર થયો નથી : ગણપત વસાવા

ગુજરાત રાજ્યના 53 હજાર આંગણવાડીમાં 14 લાખ બાળકોને 2 જોડી યુનિફોર્મનું CMના હસ્તે વિતરણ નો કાર્યક્રમ ગતરોજ 29 જુનના રોજ યોજાઈ ગયો છે. ત્યારે કેટલાક પ્રિન્ટ મીડિયામાં આંગણવાડી બંધ હોવા છતાં યુનિફોર્મનું વિતરણ કરવાના સમાચાર ખોટી રીતે ચલાવવામાં આવ્યા છે. આંગણવાડી યુનિફોર્મ વિતરણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો  હોવવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જેને લઇ ભાજપ સરકારના મંત્રી ગણપત વસાવા દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ અંગે સ્પષ્ટતા કરતા ગણપત વસાવાએ જણાવ્યું હતું કે કયાંક પણ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થયો નથી. આંગણવાડીની બહેનો ઘરે જઈને બાળકો બધું પહોંચાડે છે. ઉંબરે આંગણવાડી કાર્યક્રમ dd ન્યૂઝ અને વંદે ગુજરાત દ્વારા શરૂ કર્યો છે.  આંગણવાડી વર્કર બહેનોની કામગીરી ચાલુ છે.બાળકોને ઘરે જઈને ભોજન પહોંચાડવામાં આવે છે. લોકડાઉનમાં આંગણવાડીમાં ઘરે પણ શિક્ષણ આપવામાં આવ્યું હતું. લોકડાઉનમાં આંગણવાડીએ ઓનલાઇન કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો. કેસમાં સતત ઘટાડો થશે તો આંગણવાડી શરૂ કરવાનો નિર્ણય કરશે. જો કે અંતિમ નિર્ણય કોરોનાની સ્થિતિને આધારે લેવાશે.

યુનિફોર્મના ટેન્ડરની પ્રક્રિયા કોરોના પહેલા થઈ ગઈ હતી. વર્ષ 2018-19 ની ગ્રાન્ટ છે. બધી પ્રક્રિયા પારદર્શક રીતે કરી છે. સૌથી નીચા ટેન્ડર માં કામ સોપાયું છે. રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ ઘટી ગયા છે. જો વધુ સારી પરિસ્થિતિ થશે તો શાળા કોલેજો પણ ખોલવામાં આવશે. એવી રીતે આંગણવાડી પણ ખોલીશુ.