Not Set/ તાઉ તે વાવઝોડા બાદ હજુ નથી મળી સહાય, સર્વે બાદ ગોલમાલ થયાનો સ્થાનિકોનો આરોપ

તાઉતે વાવાઝોડાના પગલે અહીં રહેતા લોકોના કાચા મકાનો જમીન દોસ્ત થયા. તો ક્યાંક ખેડૂતોના ખેતરોમાં તૈયાર પાકને બરબાદ કરી નાખ્યા. તો વૃક્ષોને પણ બાકી નથી રહેવા દીધા.

Gujarat Others
કપૂર 3 1 તાઉ તે વાવઝોડા બાદ હજુ નથી મળી સહાય, સર્વે બાદ ગોલમાલ થયાનો સ્થાનિકોનો આરોપ

અમરેલી જિલ્લામાં તાઉ તે વાવઝોડા બાદ ગ્રામ્ય વિસ્તારના લોકોને નથી મળી હજુ સહાય અને સહાયની રાહ જોઇ બેઠા છે. અનેક ગામડાઓના લોકો સહાયથી વંચિત ગોલમાલ ગોટાળા થયા હોવાનું લોકોનો આરોપ થઈ રહયા છે.

કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે ગામલોકો

ગોપલ ગ્રામ તાઉ તે વાવઝોડા બાદ હજુ નથી મળી સહાય, સર્વે બાદ ગોલમાલ થયાનો સ્થાનિકોનો આરોપ

ધારી તાલુકાના ગોપાલગ્રામ કે જે આશરે ત્રણ હજારની વસ્તી ધરાવે છે. અહીં લોકો ખેતી કરીને પોતાનું માંડ માંડ પરિવારનું ગુજરાન ચલાવે છે. તેવામાં તાઉતે વાવાઝોડાના પગલે અહીં રહેતા લોકોના કાચા મકાનો જમીન દોસ્ત થયા. તો ક્યાંક ખેડૂતોના ખેતરોમાં તૈયાર પાકને બરબાદ કરી નાખ્યા. તો વૃક્ષોને પણ બાકી નથી રહેવા દીધા. આ તાઉ તે વાવાઝોડા એ માચાવેલી તારાજીને લઈને તંત્ર દ્વારા સર્વે હાધ ધરાયો હતો. પરંતુ જરૂરિયાત વાળા લોકો જ બાકી જ રહી ગયા.

તંત્ર દ્વારા ટિમ આવીને સર્વે કર્યો હતો. જેમાં હજુ ઘણા ખેડૂતો બાકી રહી ગયા છે. કેટલાક મકાનો સહાયમાંથી બાકી રહી ગયાની લેખિત રજૂઆત કરવામાં આવીછે. પરંતુ આજદિન સુધી કોઈજ રિસર્વે થયો નથી.

દોઢ મહિના ઉપરના સમય વીતી જવા છતાં ગામના લોકો રિ સર્વેની વાટે ધરાસાઈ મકાનો જેમને તેમ રાખીને બેઠા છે. સરકાર સહાય આપશે…?  અને મકાન બનાવશુંની રાહ છે. ત્યારે શુ સરકાર આ લોકોની વહારે આવશે કે નહીં એ પણ એક સવાલ છે.