OMG!/ આ હાઈવે પર અચાનક થવા લાગ્યો નોટોનો વરસાદ, જુઓ Video

શું તમે ક્યારેય નોટોનો વરસાદ થતા જોયો છે? તમે વિચારશો કે આ કેવો સવાલ છે. પરંતુ અમે તમને જે જણાવવા જઇ રહ્યા છીએ તે વાંચી અને જોઇને તમે પણ ચોંકી જશો.

Top Stories World
નોટોનો થયો વરસાદ

શું તમે ક્યારેય નોટોનો વરસાદ થતા જોયો છે? તમે વિચારશો કે આ કેવો સવાલ છે. પરંતુ અમે તમને જે જણાવવા જઇ રહ્યા છીએ તે વાંચી અને જોઇને તમે પણ ચોંકી જશો. સોશિયલ મીડિયા પર નોટોનો “વરસાદ” કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મામલો અમેરિકાના કેલિફોર્નિયાનો છે, જ્યાં હાઇવે પર અચાનક નોટોનો વરસાદ થવા લાગ્યો હતો.

આ પણ વાંચો – પશ્ચિમ બંગાળ / 22 નવેમ્બરે દિલ્હી જશે મમતા બેનર્જી, વરુણ ગાંધી અને PM મોદીને મળશે તેવી ચર્ચા

શુક્રવારે કાર્લસબાડ હાઈવે પર એક ટ્રકનો પાછળનો દરવાજો અચાનક ખુલ્લો થયો હતો અને ડોલરોથી ભરેલી અનેક થેલીઓ હવામાં ઉડી ગઈ હતી. થોડીવાર માટે એવું લાગ્યું કે રસ્તા પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકોએ પોતાની કાર પાર્ક કરીને ડોલર લૂંટવાનું શરૂ કર્યું હતું. લોકો જ્યાં હતા ત્યાં રોકાઈ ગયા અને નોટો એકઠી કરવા લાગ્યા. આ દરમિયાન ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાર્લસબૈડમાં ઇન્ટરસ્ટેટ હાઇવે-5 પર સવારે 9:15 વાગ્યે આ ઘટના બની હતી, જ્યારે ટ્રક સૈન ડિએગોથી ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની ઑફિસ તરફ જઈ રહી હતી. રસ્તા પર ઉડતી નોટો જોઈને ઘણા લોકોએ પોતાની કાર પાર્ક કરી અને તેને લેવા લાગ્યા. આ દરમિયાન જ્યારે ટ્રકનાં ડ્રાઈવરે તેનો વિરોધ કર્યો તો લોકોએ મારામારી કરી હતી. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ સાર્જન્ટ કર્ટિસ માર્ટિને જણાવ્યું – આ ઘટના સવારે 9:15 વાગ્યે બની હતી. ટ્રકમાં ઘણી બેગ હતી, જે રોડ પર પડી હતી. ટ્રકની સ્પીડ ઝડપી હતી જેના કારણે થેલીઓ ખુલી ઘઇ અને તેમાં ભરેલી નોટો રસ્તા પર ઉડવા લાગી હતી. તમામ બેગમાં ડોલરોથી ભરેલી નોટો હતી. પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તેમણે હાઈવેને બન્ને બાજુથી સીલ કરી દીધો હતો. પોલીસે લોકોની તપાસ માટે આવું કર્યું હતું. જોકે, લગભગ બે કલાકની જહેમત બાદ રસ્તો ખુલ્લો કરાયો હતો. શેરીમાં ડૉલર જોઈને લોકો ગાંડાની જેમ દોડતા-કૂંદતા જોવા મળ્યા હતા. લોકો જાણે તેમને લોટરી લાગી હોય તેમ બન્ને હાથે નોટો ભેગી કરતા જોવા મળ્યા હતા. ઘણા લોકો બન્ને હાથમાં નોટો લઈને આનંદથી બૂમો પાડી રહ્યા હતા, તો ક્યારેક નાચતા પણ હતા. જેમાં પુરુષો અને સ્ત્રીઓ બન્નેનો સમાવેશ થતો હતો. આમાંથી ઘણા લોકો ડોલર ભેગા કરવાની સાથે વીડિયો પણ બનાવી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/reel/CWd113Zjev1/?utm_source=ig_web_copy_link

ઘટના બાદ ટ્રક ચાલકે હાઇવે પેટ્રોલિંગ પોલીસને જાણ કરી હતી. આ પછી, સ્થળ પર પહોંચેલા સાર્જન્ટે નોટ લૂંટી રહેલા લોકોને ચેતવણી આપી અને તેમને જમા કરાવવા કહ્યું. જો કે તે દરમિયાન કેટલાક લોકોએ પૈસા પરત કર્યા હતા, પરંતુ કેટલાક લોકો ડોલર લઈને ભાગી ગયા હતા. પોલીસે આ ઘટના સંદર્ભે ખાસ ચેતવણી આપી છે કે જો તેઓ પોલીસને પૈસા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકી તપાસ એજન્સી FBI પણ આ મામલાની તપાસ કરી રહી છે. અધિકારીઓએ તુરંત જણાવ્યું ન હતું કે કેટલા પૈસા ગુમ થયા છે. જો કે, શુક્રવાર બપોર સુધીમાં, ઓછામાં ઓછા એક ડઝન લોકોએ પૈસા પરત કર્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…