Ahmedabad/ ક્રિકેટના સટ્ટાનો નામચીન બુકિ ધર્મરાજ ઉર્ફે ધમભા ને પીસીબી એ ઝડપી પાડ્યો

અમદાવાદના એસ.જી હાઇવે ઉપર સિંધુ ભવન પાસે આવેલ પુરષોત્તમ બંગલો માંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાંડનાર બે બુકી ની ધરપકડ કરી હતી પુરુષોત્તમ બંગલામાં રહેતા ધર્મરાજ ભાઈ ઉર્ફે ધમભા ની અને

Gujarat Others
WhatsApp Image 2021 01 27 at 5.23.15 PM ક્રિકેટના સટ્ટાનો નામચીન બુકિ ધર્મરાજ ઉર્ફે ધમભા ને પીસીબી એ ઝડપી પાડ્યો

@ રવી ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

અમદાવાદના એસ.જી હાઇવે ઉપર સિંધુ ભવન પાસે આવેલ પુરષોત્તમ બંગલો માંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાંડનાર બે બુકી ની ધરપકડ કરી હતી પુરુષોત્તમ બંગલામાં રહેતા ધર્મરાજ ભાઈ ઉર્ફે ધમભા ની અને તેના સાગરીત ધવલ ધામેચા ની પીસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

ધર્મરાજ ઉર્ફે ધમભા અગાઉ પણ મુંબઈ ખાતે ક્રિકેટ પર સટ્ટો રમાડતા ઝડપાયો હતો. ઓસ્ટ્રેલિયા માં રમાતી બિગ બેસ ટી ટ્વેન્ટી સુપર મેચ માં બે લોકો દ્વારા સટ્ટો રમવા માં આવતો હતો તેવી બાતમી પીસીબી ને મળી હતી જે પગલે પગલે પીસીબીના પી.આઇ સોલંકી ની ટિમ દ્વારા પુરષોત્તમ બંગલો ખાતે રેડ કરવામાં આવી હતી જેમાં આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ક્રિકેટ પર સટ્ટો રમાડવા મામલે પીસીબીએ ધર્મરાજ ઉર્ફે ધમભા અને ધવલ ધામેચા ની ધરપકડ કરી હતી સમગ્ર મામલે છ જેટલી વિદેશી દારૂની બોટલો પણ બંગલામાંથી મળી આવી હતી પીસીબી એ હોવી મળેલ ડાયરી અને ફોન માંથી કેટલા લોકો આ સટ્ટા બેટિંગ માં સંડોવણી છે અને બીજા કયાં કયાં બુકી ના સંપર્ક માં ધમભા હતો તે અંગે તપાસ નો ધમધમાટ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝપાયેલ મુદ્દામાલ

1 18 મોબાઈલ
2 લાલા ડાયરી અને સફેદ ડાયરી
3 મોબાઈલ રેકોર્ડિંગ પેટી
4 ટેબલેટ, લેપટોપ,
5 1લાખ 89 હજાર 500 રોકડા
6 વિદેશી દારૂ ની 6 બોટલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…