રેસીપી/ પથરીના દર્દીઓ માટે ફાયદાકારક છે આ સૂપ

જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે

Food Lifestyle
a 228 પથરીના દર્દીઓ માટે ફાયદાકારક છે આ સૂપ

જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ સૂપ બનાવવામાં કર્યો છે. મસૂરની દાળ સાથે જવનો ઉપયોગ એટલે કઠોળ અને કડધાન્યના સંયોજન વડે બનતું આ સૂપ સંપૂર્ણ પ્રોટીન ગણાય છે, જે આપણા શાકાહારી ભોજનમાં ભાગ્યે જ જોવા મળે છે. આ પૌષ્ટિક સૂપને વિવિધ શાક વડે રંગીન અને ફાઇબરયુક્ત બનાવવામાં આવ્યું છે. અંતમાં તેની પર ભભરાવેલું મરીનું પાવડર તેને વધુ મજેદાર બનાવે છે.

સામગ્રી

2 ટેબલસ્પૂન જવ (2 કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલા)

1 ટીસ્પૂન તેલ

1 ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ

1/4 કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ

1/4 કપ ઝીણા સમારેલા ગાજર

2 ટેબલસ્પૂન મસૂરની દાળ (ધોઇને નીતારી લીધેલી) મીઠું  (સ્વાદાનુસાર)

1/4 કપ ઝીણા સમારેલા ટામેટા

1/4 કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ

2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોઠામીર

તાજો પીસેલો કાળા મરીનો પાવડર (સ્વાદાનુસાર)

બનાવવાની રીત

એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકન્ડ  સુધી સાંતળી લો.

તે પછી તેમાં ગાજર, મસૂરની દાળ, જવ, મીઠું અને 41/2 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની 3 થી 4 સીટી સુધી રાંધી લો.પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.

Delicious Healthy Barley Soup Recipe | Watch What U Eat

હવે આ જવ-મસૂર દાળનું મિશ્રણ એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં કાઢી તેમાં ટમેટા, લીલા કાંદાનો લીલો ભાગ, કોથમીર, થોડું મીઠું અને મરી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.

આ મિશ્રણને એક ઉભરો આવ્યા પછી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ગરમ ગરમ પીરસો.

Chicken, Barley and Vegetable Soup | Healthy Home Cafe

આ પણ વાંચો-  ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે