us open/ નોવાક જોકોવિચનો યુએસ ઓપન રમવા પર સંદેહ,જાણો વિગત

પુરૂષો અને મહિલા સિંગલ્સની પ્રવેશ યાદીઓ જાહેર કરી. જોકોવિચનું નામ એન્ટ્રી લિસ્ટમાં છે, પરંતુ તેને રમવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે હજુ નિશ્ચિત નથી.

Top Stories Sports
5 30 નોવાક જોકોવિચનો યુએસ ઓપન રમવા પર સંદેહ,જાણો વિગત

21 વાર ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતનાર  સર્બિયાનો નોવાક જોકોવિચ યુએસ ઓપન રમી શક્વા પર સંદેહ છે, અમેરિકાની કોરોના રસી નીતિને કારણે આ વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટ યુએસ ઓપનમાંથી બહાર થઈ શકે છે. અમેરિકાના નિયમો અનુસાર દેશમાં પ્રવેશવા માટે કોરોના વાયરસની રસી મેળવવી જરૂરી છે.

સર્બિયાના જોકોવિચને રસી મુકાવી નથી અને તેના રસી વિરોધી મતને કારણે તે આ વર્ષની ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી પણ બહાર થઈ ગયો હતો. હવે યુએસ ઓપનના આયોજકોએ કહ્યું છે કે તેઓ યુએસ સરકારના કોવિડ-19 રસીના નિયમોનું સન્માન કરે છે. યુએસ ઓપનએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ITF ગ્રાન્ડ સ્લેમ નિયમ અનુસાર, તમામ પાત્ર ખેલાડીઓ ઇવેન્ટના પ્રથમ સોમવારના 42 દિવસ પહેલા રેન્કિંગના આધારે મેન્સ અને વિમેન્સ સિંગલ્સના મુખ્ય ડ્રોના ક્ષેત્રમાં પ્રવેશ થઇ જાય છે

યુએસ ઓપનમાં ખેલાડીઓ માટે રસીકરણ ફરજિયાત નથી, પરંતુ આ ઇવેન્ટ બિન-યુએસ નાગરિકો માટે દેશમાં પ્રવાસ અંગેના યુએસ સરકારના નિયમોનું સન્માન કરશે.’ યુનાઇટેડ સ્ટેટ્સ ટેનિસ એસોસિએશન (યુએસટીએ) એ બુધવારે પુરૂષો અને મહિલા સિંગલ્સની પ્રવેશ યાદીઓ જાહેર કરી. જોકોવિચનું નામ એન્ટ્રી લિસ્ટમાં છે, પરંતુ તેને રમવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે હજુ નિશ્ચિત નથી. આ ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ન્યૂયોર્કમાં રમાશે.