મંદિર દર્શન/ હવે શિરડી સાંઈબાબા મંદિરમાં દરરોજ 25 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે…

અહમદનગર જિલ્લા વહિવટી તંત્રએ સુપ્રસિદ્વ મંદિર શિરડી મંદિરમાં જઇને પાસ લઇને દર્શન કરનારાઓ દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો કર્યો છે હવે પ્રતિદિવસ 10 હજાર ભક્તો દર્શનનો લાભ લઇ શકશે.  

Top Stories India
temple 1 હવે શિરડી સાંઈબાબા મંદિરમાં દરરોજ 25 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે...

કોરોના વાયરસના નવા સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાતા હવે અહમદનગર જિલ્લા વહિવટી તંત્રએ સુપ્રસિદ્વ મંદિર શિરડી મંદિરમાં જઇને પાસ લઇને દર્શન કરનારાઓ દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો કર્યો છે હવે પ્રતિદિવસ 10 હજાર ભક્તો દર્શનનો લાભ લઇ શકશે.

જિલ્લા પ્રશાસને 6 ઓક્ટોબરના રોજ ઓનલાઈન માધ્યમથી પાસ લેનારા 15,000 શ્રદ્ધાળુઓને દરરોજ દર્શન કરવા માટે પરવાનગી આપતો આદેશ જારી કર્યો હતો, પરંતુ કેસમાં ઘટાડો થતાં સત્તાવાળાઓએ ત્યાં વધુ ભક્તોને મંજૂરી આપી હતી અને વધુ શ્રદ્ધાળુઓને દર્શન કરવા દેવામાં આવશે. ઓનલાઈન માધ્યમથી 15,000 ભક્તોને પાસ ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે,અને મંદિરમાં જઇને 10 હજાર ભક્તો પાસ લઇ શકે છે  આનો અર્થ એ થયો કે હવે દરરોજ કુલ 25,000 ભક્તો સાંઈબાબાના દર્શન કરી શકશે.

અહમદનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભોંસલે દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, “બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સાંઈબાબા મંદિર ટ્રસ્ટે કોવિડ -19 નિયમોનું પાલન કરીને દરરોજ ત્યાં જતા અને પાસ લેનારા 10,000 ભક્તોને દર્શન કરવાની મંજૂરી આપી છે.” રોગચાળાના પહેલા  દરરોજ લાખો શ્રદ્ધાળુઓ શિરડીની મુલાકાત લેતા હતા.