Political/ PM મોદીએ 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમર્પિત કર્યુ ઓક્સિજન પ્લાન્ટ

PM મોદીએ AIIMS હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને આગામી વર્ષે ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે.

Top Stories India
1 15 PM મોદીએ 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમર્પિત કર્યુ ઓક્સિજન પ્લાન્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડનાં ઋષિકેશ પહોંચ્યા છે, જ્યાં તેમણે AIIMS હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને આગામી વર્ષે ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે. એવી અટકળો છે કે ચૂંટણી પહેલા PM મોદી ભવિષ્યમાં પણ રાજ્યમાં આવી ઘણી મુલાકાતો કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, PM મોદી સાથે સેનાનું હેલિકોપ્ટર ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે એમ્સ ઋષિકેશનાં હેલિપેડ પર ઉતર્યું હતું.

આ પણ વાંચો – Interesting / દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે જાપાન-સિંગાપુરનો, જાણો ભારત કયા ક્રમે

આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસ સંકટ વચ્ચે, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ઋષિકેશમાં PM કેયર્સ ફંડની આર્થિક મદદ બાદ આધુનિક ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ તેમની હાજરીમાં આજે (ગુરુવારે) કર્યું હતું. વડાપ્રધાન મોદીનાં સ્વાગત માટે દેવભૂમિ સંપૂર્ણપણે તૈયાર હતી. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) એ સ્થળ અને આસપાસનાં વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા સંભાળી છે. વડાપ્રધાન મોદીની મુલાકાતનાં એક દિવસ પહેલા, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ઉચ્ચ અધિકારીઓએ વ્યવસ્થાનો હિસાબ લીધો હતો. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીએ ઋષિકેશ AIIMS માંથી 35 PSA પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પછી વડાપ્રધાને ઉત્તરાખંડમાં જાહેર સભાને સંબોધી હતી. PM મોદીએ કહ્યું કે, આજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર પણ શરૂ થઈ રહ્યો છે. આજે પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયની પુત્રી છે. અને આ દિવસે હું અહીં છું, આ માટીને, હિમાલયની આ ભૂમિને નમન કરવા માટે અહીં આવ્યો છું, આનાથી મોટો આશીર્વાદ શું હોઈ શકે. તેમણે કહ્યું કે, 20 વર્ષની આ અખંડ યાત્રા આજે તેના 21 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આવી ભૂમિ પર આવા મહત્વનાં પ્રસંગે આવવું હું એક મોટો લ્હાવો માનું છું, જે ભૂમિએ મને સતત તેનો સ્નેહ અને લગાવ આપ્યો છે. મોદીએ કહ્યું કે, દુનિયા 100 વર્ષની આ સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહેલી બહાદુરીને જોઈ રહી છે. કોરોનાવાયરસ સામે લડવા માટે ભારતે આટલા ઓછા સમયમાં જે સુવિધાઓ તૈયાર કરી છે તે આપણા દેશની ક્ષમતાને દર્શાવે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક ભારતીય માટે ગૌરવની વાત છે કે કોરોનાની રસીનાં 93 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. બહુ જલદી અમે 100 કરોડનો આંકડો પાર કરીશું. ભારતે કોવિન પ્લેટફોર્મ બનાવીને સમગ્ર વિશ્વને રસ્તો બતાવ્યો છે કે, આટલા મોટા પાયે કેવી રીતે રસીકરણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આજે સરકાર નાગરિકો એ વાતની રાહ જોતી નથી કે નાગરિક તેમની પાસે પોતાની સમસ્યાઓ લઇને આવશે પછી તેઓ કોઈ પગલાં લેશે. અમે સરકારની માનસિકતા અને વ્યવસ્થામાંથી આ ગેરસમજ દૂર કરી રહ્યા છીએ. હવે સરકાર નાગરિક પાસે જાય છે.