ગુજરાત/ હવે ધો.10 બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી સાયન્સના બી ગ્રુપ પ્રવેશ મેળવી શકશે

દર વર્ષે ધોરણ 10માં લાખો વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થતાં હોય છે. જે લોકોને 11-12 સાયન્સમાં ગણિત નથી ભણવાનું તે લોકોને પણ દસમા ધોરણમાં ગણિત તો ભણવું જ પડે છે.

Gujarat
Untitled 290 10 હવે ધો.10 બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી સાયન્સના બી ગ્રુપ પ્રવેશ મેળવી શકશે

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા  એક  મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી લાખો લોકોને રાહત મળશે જે અંતર્ગત  હવે ધોરણ10 માં ગણિત રાખનારા વિદ્યાર્થીઓને સાયન્સમાં એડમિશન આપવાની મંજૂરી આપી દીધી છે  આવું  કરવાથી  વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરી શકાય તેવી એ કે પછી એબી ગ્રુપમાં એડમિશન નહીં લઈ શકે. તેના બદલે તેમણે બાયોલોજી જેવા વિષય પર કેન્દ્રિત બી ગ્રુપમાં એડમિશન મેળવવાનું રહેશે. જો આવા વિદ્યાર્થી એ અથવા એબી ગ્રુપમાં એડમિશમ લેવા ઈચ્છે તો તેમણે જુલાઈમાં યોજાતી પુરક પરીક્ષામાં ગણિત સ્ટાન્ડર્ડનું પેપર આપી તેમાં પાસ થવું પડશે.

આ પણ વાંચો ;ઉડતા ગુજરાત / સુરત બાદ રોઝી બંદર પાસેથી રૂપિયા 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

દર વર્ષે ધોરણ 10માં લાખો વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થતાં હોય છે. વળી, જે લોકોને 11-12 સાયન્સમાં ગણિત નથી ભણવાનું તે લોકોને પણ દસમા ધોરણમાં ગણિત તો ભણવું જ પડે છે. આ બાબતને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ દ્વારા દસમા ધોરણમાં ગણિત બેસિક અને ગણિત સ્ટાન્ડર્ડ એમ બે વિકલ્પ રજૂ કરવામાં આવ્યા છે. જોકે, તેમાં પણ બેસિક ગણિત ભણનારાને સાયન્સમાં એડમિશન નહોતું મળતું, પરંતુ હવે સરકારે તેમાં પણ એક મોટી રાહત આપી છે.

આ પણ વાંચો ;પરમ વિશિષ્ટ મેડલથી સન્માન / વડોદરાના લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીને રાષ્ટ્રપતિ દ્વારા વિશિષ્ટ પરમ મેડલ એનાયત

2021-22માં લેવાનારી પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેસિક એમ બે ઓપ્શન્સ મળશે. જેમાંથી વિદ્યાર્થી પોતાની મરજીથી કોઈએક વિષય પસંદ કરી શકશે. જોકે, તેમાં ગણિતનું પુસ્તક તો એક જ રહેશે, પરંતુ સ્ટાન્ડર્ડ અને બેસિક પ્રશ્નપત્રની સ્ટાઈલ અલગ અને સ્ટાન્ડર્ડ મેથ્સના પ્રમાણમાં સહેલી રહેશે. એટલું જ નહીં, હવે જે લોકો બેસિક ગણિત ભણશે તેમને પણ સાયન્સમાં એડમિશન મળશે.