ભાવ વધારો/ હવે આગ લગાવવું પણ બનશે મોંઘુ, 14 વર્ષ બાદ ‘Matchbox’ નીં કિમતમાં વધારો

સામાન્ય લોકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, જે પહેલાથી જ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. જણાવી દઇએ કે, મેચબોક્સની કિંમતો વધવાની છે. લગભગ 14 વર્ષ પછી, મેચબોક્સની કિંમતમાં વધારો થયો છે. 

Top Stories Business
માચિસ બોક્સ

વર્ષ 2014 પહેલા એક ગીત ઘણુ ફેમસ થયુ હતુ, “સખી સૈયા તો ખૂબ હી કમાત હૈ મહેઘાઇ ડાયન ખાય જાત હૈ”… આ ગીત દ્વારા તે સમયની સરકાર પર કટાક્ષ કરવામાં આવતો હતો. પરંતુ આજે પણ આ ગીત ઘણુ પ્રાસંગિક લાગી રહ્યુ છે. જણાવી દઇએ કે, આજે દેશમાં તમામ ચીજવસ્તુઓનાં ભાવ સતત વધી રહ્યા છે. એક તરફ પેટ્રોલ-ડીઝલ, ગેસથી ખાદ્ય તેલ અને અન્ય તમામ વસ્તુઓનાં ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, જ્યારે એક એવી વસ્તુ છે જે તમારા દૈનિક વપરાશમાં ઉપયોગી છે, જેની કિંમત 14 વર્ષથી વધી નથી પણ હવે તેની કિંમત પણ વધવા જઈ રહી છે. આ મેચબોક્સ છે જેની કિંમતો 14 વર્ષનાં લાંબા ગાળા બાદ વધવાની છે. 1 રૂપિયામાં ઉપલબ્ધ મેચ બોક્સ હવે 2 રૂપિયામાં ઉપલબ્ધ થશે અને નવા ભાવ 1 ડિસેમ્બરથી લાગુ થશે.

માચિસ બોક્સ

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલ બાદ હવે તહેવારોની સીઝનમાં ફૂલોનાં ભાવમાં થયો તોતીંગ વધારો

સામાન્ય લોકો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, જે પહેલાથી જ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. જણાવી દઇએ કે, મેચબોક્સની કિંમતો વધવાની છે. લગભગ 14 વર્ષ પછી, મેચબોક્સની કિંમતમાં વધારો થયો છે. પાંચ મુખ્ય મેચબોક્સ ઉદ્યોગ સંસ્થાઓનાં પ્રતિનિધિઓએ સર્વસંમતિથી મેચબોક્સની MRP 1 લી ડિસેમ્બરથી 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી વખત કિંમતમાં સુધારો 2007 માં કરવામાં આવ્યો હતો, જ્યારે મેચબોક્સની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયા કરવામાં આવી હતી. ગુરુવારે શિવકાશીમાં ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ મેચની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉદ્યોગનાં પ્રતિનિધિઓએ કાચા માલનાં ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને ભાવવધારાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. ઉત્પાદકોએ કહ્યું કે મેચબોક્સ બનાવવા માટે 14 પ્રકારનાં કાચા માલની જરૂર છે. એક કિલો લાલ ફોસ્ફરસ રૂ. 425 થી વધીને રૂ. 810, મીણ રૂ. 58 થી રૂ. 80, આઉટર બોક્સ બોર્ડ રૂ. 36 થી રૂ. 55 અને ઇનર બોક્સ બોર્ડ રૂ. 32 થી વધીને રૂ. 58 થયું છે. 10 ઓક્ટોબરથી કાગળ, સ્પ્લિન્ટ્સ, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફરનાં ભાવમાં પણ વધારો થયો છે. ડીઝલની વધતી કિંમતએ ઉદ્યોગ પર વધારાનો બોજ પણ મૂક્યો છે.

1 86 હવે આગ લગાવવું પણ બનશે મોંઘુ, 14 વર્ષ બાદ 'Matchbox' નીં કિમતમાં વધારો

આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે ફરી થયો વધારો, મુંબઈમાં 113 રૂપિયે પહોંચ્યુ પેટ્રોલ

નેશનલ સ્મોલ મેચબોક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનનાં સેક્રેટરી વી.એસ. સેથુરથનમે TOI ને જણાવ્યું કે ઉત્પાદકો 600 મેચબોક્સનું બંડલ (દરેક બોક્સમાં 50 મેચબોક્સ સાથે) 270 થી 300 રૂપિયામાં વેચી રહ્યા છે. “અમે અમારા એકમોની વેચાણ કિંમત 60% વધારીને 430-480 રૂપિયા પ્રતિ બંડલ કરવાનો નિર્ણય લીધો છે,” તેમણે કહ્યું, આમાં 12% GST અને પરિવહન ખર્ચનો સમાવેશ થતો નથી.