Ahmedabad News: દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થયુ છે. ચાલુ સત્રમાં દરમિયાન બુધવારના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અહીં ગાંધીનગર આવી રહ્યા છે. બુધવારે રાષ્ટ્રીય સંગઠન પર્વ સદસ્યતા અભિયાનની રાષ્ટ્રીય ટીમના સભ્ય અને ગુજરાત પ્રભારી રાજદીપ રોય સાથે કોબામાં પ્રદેશ કાર્યલાય શ્રી કમલમે કાર્યશાળાનું એલાન કરાયુ છે. આથી, ગુજરાત ભાજપને પાટીલના ઉત્તરાધિકારી તરીકે ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળે તો નવાઈ નહી.
વાવ વિધાનસભા પેટાચૂંટણી અને મહારાષ્ટ્રમાં ભાજપના વિજય બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલે પોતે એક સાથે ત્રણ મહત્વની જવાબદારીઓ અદા કરી રહ્યા છે. અધ્યક્ષની ટર્મ પણ પૂર્ણ કરી છે એટલે હાઈકમાન્ડ તેમાથી મુક્ત કરીને પોતાના અનુગામીની નિમણૂંક કરે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. શનિવારે સુરતમાં પક્ષના કાર્યક્રમને સંબોધતા તેમણે બે દિવસમાં જ આ દિશામાં પ્રક્રિયા થશે તેવા સંકેતો આપ્યા હતા. સંસદના સત્ર વચ્ચે બુધવારે શ્રી કમલમે બોલાવાયેલી બેઠક અંગે નવા સંગઠનની રચના સાથે સંકળાયેલા ભાજપના નેતાઓ કહ્યુ કે, સંગઠન પર્વ સદસ્યતા અભિયાન હેઠળ હાલમાં બુથ લેવલે સંગઠનની રચના ચાલી રહી છે.
બુધવારે કાર્યશાળા બાદ મહાનગરોમાં વોર્ડ, તાલુકા અટેલે કે મંડળ અને ત્યારબાદ જિલ્લા સ્તરે નવા પ્રમુખોથી લઈ પદાધિકારીઓ સહિતનું સંગઠન માળખુ આકાર લેશે. જેની ચૂંટણી કેવી રીતે કરવી તે અંગે બુધવારે બપોરે દોઢ વાગ્યા બાદ આ બેઠકનું આયોજન થયુ છે. જેમાં તમામ ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ હોદ્દેદારો, ચૂંટણી અધિકારીઓને બોલાવાયા છે.
પાલિકા-પંચાયતની ચૂંટણી વચ્ચે નવા પ્રમુખને કમાન સોંપાઈ શકે છે. ડિસેમ્બરના મધ્યભાગ પહેલા રાજ્યમાં જિલ્લા- તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની વકી છે. ભાજપના ટોચના નેતાનું કહ્યુ માનિયે તો સ્થાનિક ચૂંટણી વચ્ચે જ મંડળ, જિલ્લા અને સંભવતઃ પ્રદેશ પ્રમુખ, પદાધિકારીઓ સાથેનું નવુ સંગઠન અસ્તિત્વમાં આવશે.
આ પણ વાંચો: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે નવસારીથી ફોર્મ ભર્યું
આ પણ વાંચો: ભાજપ પ્રદેશ પ્રમુખનો હુંકાર,લોકસભાની 26 બેઠકો 5 લાખથી વધુ લીડ સાથે જીતીશું
