Not Set/ હવે અમદાવાદ આવતા વાહન ચાલકોને ભરવો પડશે ટેક્સ, 1500 લોકોને નોટિસ અપાઈ

અમદાવાદમાં વાહનો વાપરતા અન્ય શહેરના લોકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા  મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે .  જે  અંતર્ગત અમદાવાદ ની આસપાસના વિસ્તારોમાં રહેતા હોય, પરંતુ અમદાવાદ શહેરના માર્ગોનો વપરાશ કરતા હોય એવા તમામને વાહનવેરો ભરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ ના ટેક્સ વિભાગ દ્વારા 1500 લોકોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં તેઓએ પોતાના વાહનોનો આજીવન વેરો […]

Ahmedabad Gujarat
Untitled 169 હવે અમદાવાદ આવતા વાહન ચાલકોને ભરવો પડશે ટેક્સ, 1500 લોકોને નોટિસ અપાઈ

અમદાવાદમાં વાહનો વાપરતા અન્ય શહેરના લોકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા  મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે .  જે  અંતર્ગત અમદાવાદ ની આસપાસના વિસ્તારોમાં રહેતા હોય, પરંતુ અમદાવાદ શહેરના માર્ગોનો વપરાશ કરતા હોય એવા તમામને વાહનવેરો ભરવો પડશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ ના ટેક્સ વિભાગ દ્વારા 1500 લોકોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં તેઓએ પોતાના વાહનોનો આજીવન વેરો ભરી દેવા જણાવવામાં આવ્યુ છે. આ મામલો એટલે અત્યંત મહત્વનો બની ગયો છે, કારણ કે તેમાં વાહનવેરો ભરવા માટેનુ કારણ જ કઇંક એવુ જણાવવામાં આવ્યુ છે.

એએમસી દ્વારા જીપીએમસી એક્ટ મુજબ ફટકારવામાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યુ છે, કે અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારોમાં રહેતા વાહન માલીકો ધંધાર્થે અથવા અન્ય કારણોસર અમદાવાદ આવતા હોય અને અમદાવાદ શહેરની જાહેર સેવાઓનો ઉપયોગ કરતા હોય એવા દરેક નાગરીકોએ પોતે વાપરતા હોય એવા દરેક વાહનોનો આજીવન વેરો ભરવાનો થાય છે.

જીપીએમસી એક્ટના પ્રકરણ 11 ની કમલ 141(1) મુજબ એએમસી દ્વારા 1500 લોકોને આપવામાં આવેલી નોટીસ બાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેમાં જો કોઇ વ્યક્તીના વાહનની નોંધણી અન્ય શહેર જિલ્લામાં થઇ હોય પરંતુ તેઓ અમદાવાદ કે આસપાસના વિસ્તારમાં રહીને અમદાવાદ કોર્પોરેશન હદમાં જાહેર સેવાઓનો ઉપયોગ કરતા હોય તો આવી દરેક વ્યક્તીના સર્વેનુ કામ એએમસી દ્વારા શરૂ કરાયુ છે.

જે પૂર્ણ થયા બાદ તેઓને પણ પોતાના બાકી વાહનવેરા અંગની નોટીસ મળી શકે છે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલનુ કહેવુ છે કે આ પ્રકારની નોટીસ જીપીએમસી એક્ટ અને લીગત અભિપ્રાય બાદ જ આપવામાં આવી છે. જેનો અમલ કરવાનો રહેશે.