Not Set/ હવે માલ્યાની કઇ મિલ્કત મહારાષ્ટ્ર સરકારે વેચી જાણો..

કિંગફિશર હાઉસ હૈદરાબાદ સ્થિત સૈટર્ન રિયલ્ટર્સને 52.25 કરોડમાં વેચવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કિંગફિશર હાઉસ એક સમયે હાલમાં બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સનું મુખ્ય મથક હતું. માલ્યા પર લગભગ 9,000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે

Top Stories
v3 હવે માલ્યાની કઇ મિલ્કત મહારાષ્ટ્ર સરકારે વેચી જાણો..

બિઝનેશમેન વિજય માલ્યાનું મુંબઇ સ્થિતી વિલે પાર્લેમાં આવેલુ કિંગફિશર હાઉસ આખરે નવમા પ્રયાસમાં વેચાઇ ગયુ.  કિંગફિશર હાઉસ હૈદરાબાદ સ્થિત સૈટર્ન રિયલ્ટર્સને 52.25 કરોડમાં વેચવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કિંગફિશર હાઉસ એક સમયે હાલમાં બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સનું મુખ્ય મથક હતું. માલ્યા પર લગભગ 9,000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે.

v2 હવે માલ્યાની કઇ મિલ્કત મહારાષ્ટ્ર સરકારે વેચી જાણો..

કોરોડોમાં વેચાઇ માલ્યાની મિલ્કત

સૈટર્ન રિયલ્ટર્સે આ સોદા માટે મહારાષ્ટ્ર સરકારને 2.612 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ સોદો ગયા મહિને 31 જુલાઈએ નોંધવામાં આવ્યો હતો. મુંબઈ એરપોર્ટની બહાર 2401.70 ચોરસ મીટરની આ મિલકત 2016 માં માલ્યાની અન્ય વેચાણ માટે મુકવામાં આવેલી મિલ્કતમાં જોડવામાં આવી હતી. બેંગલુરુની ડેટ રિકવરી ટ્રિબ્યુનલે છેલ્લા આઠ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ ઘર વેચી દીધું.

રિયલ એસ્ટેટ રિસર્ચ ફર્મ લિયાઇસ ફોરાસના મેનેજિંગ ડિરેક્ટર પંકજ કપૂરે જણાવ્યું હતું કે, “આ પ્લોટ એરપોર્ટની નજીક હોવાના કારણે તેની ઉંચાઇ વધારી શકાય તેમ નથી જેના કારણે તેનો વિકાસની વધારે સંભાવના નથી. આ ઉપરાંત, બજારની સ્થિતિ પણ ખરાબ છે. ”

આર્થિક મુશ્કેલીમાં બંધ હતી કિંગફિશર

કિંગફિશર એરલાઇન્સ 20 ઓક્ટોબર 2012 ના રોજ નાણાકીય મુશ્કેલીમાં બંધ થઇ ગઇ હતી. માલ્યા પર કિંગફિશર એરલાઇન્સ સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે અને તેને લોનમાં ડિફોલ્ટ કરવા અને બેંકો સાથે છેતરપિંડી કરવા બદલ ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરાયો હતો.

v4 હવે માલ્યાની કઇ મિલ્કત મહારાષ્ટ્ર સરકારે વેચી જાણો..

યૂકેમાં છે જામીન પર

માલ્યા યુનાઇટેડ કિંગડમ ભાગી ગયો હતો અને ભારતમાં પ્રત્યાર્પણ ટાળવા માટે અનેક મોરચે લડી રહ્યો છે. એપ્રિલ 2019 માં ધરપકડ બાદથી તે પ્રત્યાર્પણ વોરંટ પર યુકેમાં જામીન પર બહાર છે. અગાઉ જૂન મહિનામાં મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો હતો કે કિંગફિશર એરલાઇન્સ અને વિજય માલ્યાની 5646.54 કરોડની સંપત્તિ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) અને તેના કન્સોર્ટિયમને આપવી જોઇએ, જેથી તેનું વેચાણ ચાલુ કરી શકાય. માલ્યા અને તેની અત્યારે બંધ થયેલી કંપની પાસે 6203 કરોડનો હિસ્સો બાકી છે.