Not Set/ હવે સલાબતપુરામાં એક માથાભારે ઇસમે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી

સુરતમાં દિવસે ને દિવસે કાયદા અને વ્યવસ્થાની ધજીયા ઉડી રહી છે. માથાભારે ઈસમો અને સાથે પોલીસ પણ નિયમનોની ધજીયા ઉડાવી રહી છે. અને આ બધાના વિડીયો પણ સામે આવી ચુક્યા છે,ત્યાં

Gujarat Surat
salabat pura 1 હવે સલાબતપુરામાં એક માથાભારે ઇસમે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી

સંજય મહંત, સુરત@મંતવ્ય ન્યૂઝ

સુરતમાં દિવસે ને દિવસે કાયદા અને વ્યવસ્થાની ધજીયા ઉડી રહી છે. માથાભારે ઈસમો અને સાથે પોલીસ પણ નિયમનોની ધજીયા ઉડાવી રહી છે. અને આ બધાના વિડીયો પણ સામે આવી ચુક્યા છે,ત્યાં હવે સલાબતપુરામાં એક માથાભારે ઇસમેં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. તો બીજી તરફ પોલીસને આ બાબતે કેમ કોઈ જાણ ન થઇ તે એક મોટો પ્રશ્ન છે.

salabat pura 2 હવે સલાબતપુરામાં એક માથાભારે ઇસમે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી

સુરતમાં દિવસે ને દિવસે નિયમનો ધજીયા ઉડાવતા હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે. બે દિવસ પહેલા પી.આઈ.નો વિદાય સમારોહ ત્યારબાદ બુટલેગરોના જન્મદિવસની ઉજવણી કરતા વિડીયો અને ત્યારબાદ પુણા પોલીસ મથકના કોન્સ્ટેબલનો જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો હતો. એક પછી એક જાહેરનામાંના ભંગ કરી વિડીયો સામે આવી રહ્યા છે. જેને લઈને એક તરફ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા હતા ત્યાં હવે સલાબતપુરા વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે.

salabat pura 3 હવે સલાબતપુરામાં એક માથાભારે ઇસમે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી

મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા ખ્વાજાનગરમાં 27 મેના રોજ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વિસ્તારના માથાભારે ઈસમ ચિયા મલિકના જન્મદિવસની ઉજવણી જાહેર સ્થળો પર કરવામાં આવી હતી, એમાં 100 કરતાં વધુ લોકો એકત્રિત થયા હતા. લગભગ કોઈના ચહેરા ઉપર માસ્ક પણ જોવા મળ્યાં ન હતા. આ વિડીયો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે

પોલીસની પેટ્રોલિંગ સામે સવાલ ઉભા થયા

ઉલ્લેખનીય છે કે કફર્યુના સમયમાં જાહેરમાં આવી ઉજવણી થઇ તે અંગેની જાણ પોલીસને કેમ ન થઇ તે એક મોટો સવાલ છે. પોલીસની પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એક તરફ જાહેરનામાંનો સુરતમાં ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે અને પોલીસની કામગીરી યોગ્ય ન થતી હોવાથી આવા તત્વોને છૂટો દોર મળી રહ્યો છે. જે-તે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ સતર્ક થઈને કામગીરી ન કરતી હોવાને કારણે આ પ્રકારનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે.

કર્ફ્યૂના સમયે જો આટલી મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર એકત્રિત થયા હોય અને એની માહિતી પોલીસને ન હોય તો અનેક સવાલો રીતે જ ઊભા થાય છે. સુરત આવા સેલિબ્રેશનના ન થાય એ માટે સખતાઈપૂર્વકનાં પગલાં લેવા પોલીસ માટે અનિવાર્ય છે, નહીં તો કોરોના સંક્રમણ ફરી માથું મૂકીને અનેક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જોકે આવાં દૃશ્યો માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની નિષ્ક્રિયતા જવાબદાર છે એવું કહેવામાં પણ કાંઈ ખોટું જણાતું નથી.

majboor str 22 હવે સલાબતપુરામાં એક માથાભારે ઇસમે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી