સાવધાન/ હવે તો હદ થઇ! અમદાવાદમાં ફરી એકવાર જમવામાં નીકળ્યો વંદો

હોટલના જમવાની થાળીમાં વંદો નીકળતા ચકચાર મચી ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 91 હવે તો હદ થઇ! અમદાવાદમાં ફરી એકવાર જમવામાં નીકળ્યો વંદો

Ahmedabad News: અમદાવાદની નામાંકિત અને હાઈ ફાઈ હોટલ્સની ફૂડ આઈટમમાંથી જીવાત નીકળવાના કિસ્સા સતત વધી રહ્યા છે. પીઝા, પાસ્તા, કોલ્ડડ્રિંકસમાંથી જીવાતો નીકળવાના સમાચારો અગાઉ સામે આવ્યા છે. આ શ્રેણીમાં નરોડાની હોટલ પણ જોડાઈ ગઈ છે. આ હોટલના જમવાની થાળીમાં વંદો નીકળતા ચકચાર મચી ગઈ છે. ફૂડ લવર્સમાં આ કિસ્સાઓને લીધે રોષ ફેલાઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, શહેરની નરોડાની હોટલમાં જમવામાં આવેલા લોકોને કડવો અનુભવ થયો છે. જયારે તેઓએ જમવાનું મંગાવ્યું તો તેમાંથી મરેલો વંદો નીકળ્યો હતો જે બાદ ગ્રાહકે તેનો વીડિયો બનાવ્યો અને તે હાલ વાયરલ થઇ રહ્યો છે.

આ પહેલા શહેરના નિકોલ વિસ્તારમાં દેવી ઢોંસા નામની રેસ્ટોરન્ટ આવેલી છે, જ્યાં એક ગ્રાહક તેના પરિવાર સાથે જમવા માટે ગયો હતો. તેમણે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. ઢોસા આપતાં પહેલાં સંભાર અને ચટણી આપવામાં આવી હતી. સંભારના જગમાંથી તેમણે વાટકીમાં જ્યારે સંભાર કાઢ્યો ત્યારે એમાં ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું, જેના કારણે તાત્કાલિક તેમણે રેસ્ટોરન્ટમાં હાજર વ્યક્તિને બોલાવી અને બતાવ્યું હતું. ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી આ રીતે ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને પણ ફરિયાદ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો