સુરક્ષા/ હવે ડોગને કરાશે કેમેરાથી સજ્જ અને શોધાશે બોમ્બ

સ્નિફર ડોગ્સ સાથે જોડાયેલા આ આધુનિક કેમેરા રિયલ ટાઈમના આધારે ઓપરેશનને રેકોર્ડ કરશે. ઉપરાંત, RPF કંટ્રોલ રૂમને રિલે કરશે.

Top Stories Tech & Auto
કેમેરા

કેમેરા અને ડોગ બને અલગ અલગ બોમ્બની શોધ કરે તેમાં ખૂબ સામે લાગે છે પરંતુ હવે આ સમયની બચત થવાની છે અને સુરક્ષા પણ વધવાની છે. કારણે હવે કેમેરા અને ડોગ બને સાથે મળીને બોમ્બની તપાસ કરશે. એટલકે બોમ્બ શોધવા માટે કેમેરાથી સજ્જ સ્નિફર ડોગ તૈનાત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે હવે આ આધુનિક ટેક્નોલોજી કેમેરાથી સજ્જ સ્નિફર ડોગ દ્વારા રિયલ ટાઈમ ફૂટેજ પણ મળશે. બેંગ્લોરમાં RPFના સ્નિફર ડોગના શરીર સાથે GoPro કેમેરા લગાવવામાં આવ્યા છે. આ બોમ્બની ધમકીઓ અથવા કોઈપણ હિંસક વિરોધી કવાયત સાથે સંકળાયેલી કામગીરીના રિયલ ટાઈમ ફોટા ઉપલબ્ધ કરાવશે.

સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર, સ્નિફર ડોગ્સ સાથે જોડાયેલા આ આધુનિક કેમેરા રિયલ ટાઈમના આધારે ઓપરેશનને રેકોર્ડ કરશે. ઉપરાંત, RPF કંટ્રોલ રૂમને રિલે કરશે. આ અંગે બેંગલુરુ ડિવિઝનના ડીઆરએમ શ્યામ સિંહે જણાવ્યું હતું કે, RPF એ તકનીકી આધુનિક ગેજેટ્સ મેળવ્યા છે તેમાં  GoPro એક છે. તેણે કહ્યું કે અમે બાર GoPro કેમેરા ખરીદ્યા છે. તે સીધા રીયલ ટાઈમ ફૂટેજ રેકોર્ડ કરશે અને તેને આરપીએફ કંટ્રોલ રૂમમાં મોકલશે. અમે જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવા તૈયાર છીએ.

એવું કહેવાય છે કે સ્નિફર ડોગ્સ ક્રાઇમ સીનમાં પ્રવેશતાની સાથે જ તે સ્થળનો વીડિયો આઉટપુટ કંટ્રોલ રૂમમાં જોવા મળશે. આ સાથે સુરક્ષા દળોને રિયલ ટાઈમ વીડિયો અને ઓડિયો આઉટપુટ મળશે. જરૂરિયાત મુજબ કૂતરાઓએ જ્યાં જવું હોય ત્યાં કંટ્રોલ રૂમ દ્વારા કમાન્ડ પણ કરી શકાય છે. કોઈ ઘટનાના પ્રસંગે, કૂતરાઓને આદેશ પણ આપી શકાય છે કે તેઓએ કંઈક શોધવાનું છે અથવા આતંકવાદીઓ પર સીધો હુમલો કરવો પડશે. એવું કહેવાય છે કે આગામી દિવસોમાં આવા ખાસ શ્વાન દરેક ફોર્સમાં તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો: અવસાન / અભિનેતા શિવકુમાર સુબ્રમણ્યમનું નિધન,2 સ્ટેટ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા

આ પણ વાંચો: Corona Case / ભારતમાં COVID-19 કેસોમાં 18.3 ટકાનો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 861 નવા કેસ નોંધાયા

આ પણ વાંચો: પ્રહાર / શિવસેનાના સુપ્રીમો ઉદ્વવ ઠાકરેએ ભાજપ પર કર્યો શાબ્દિક હુમલો, ‘ભગવાન રામનો જન્મ ન થયો હોત તો ભાજપ કયો મુદ્દો ઉઠાવત’