Not Set/ હવે તમારી મિલકતની ચિંતા કરશે સરકાર, કરો માત્ર આટલું કામ

અત્યાર સુધી તમે તમારા પેનકાર્ડ, મોબાઇલ નંબર અને બેંક ખાતાને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યા છે, પરંતુ હવે તમારે તમારી વાસ્તવિક સંપત્તિની માલિકી માટે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. આ પ્રથમ વખત છે જ્યારે સરકારે કોઈની સંપત્તિની સલામતીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લીધો છે. જે માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, એટલું […]

Top Stories India
Adhar Card Properties હવે તમારી મિલકતની ચિંતા કરશે સરકાર, કરો માત્ર આટલું કામ

અત્યાર સુધી તમે તમારા પેનકાર્ડ, મોબાઇલ નંબર અને બેંક ખાતાને આધારકાર્ડ સાથે લિંક કરાવ્યા છે, પરંતુ હવે તમારે તમારી વાસ્તવિક સંપત્તિની માલિકી માટે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. આ પ્રથમ વખત છે જ્યારે સરકારે કોઈની સંપત્તિની સલામતીને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લીધો છે. જે માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં 5 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના પણ કરવામાં આવી છે, આ સમિતિ રાજ્યો સાથે સંકલન કરવાનું કામ કરશે.

મિલકતની ખરીદી અને ખરીદીમાં છેતરપિંડી અને બેનામી સંપત્તિઓ સાથે પહોચી વળવા માટે મોદી સરકાર મોટા પગલા લેવા જઈ રહી છે. સંપત્તિની માલિકી માટે, મોદી સરકાર એક કાયદો લાવવાની છે, જેમાં સ્થિર સંપત્તિનાં માલિકી માટે તેને આધાર સાથે જોડવાની જરૂર રહેશે. આ કાયદાની મદદથી જમીન અને મકાનોની ખરીદીમાં છેતરપિંડી અટકશે, સાથે બેનામી સંપત્તિનો પણ ખુલાસો કરવામાં આવશે. અબકી બાર પ્રોપર્ટી પર વાર. આવનારા સમયમાં મોદી સરકાર કઇક આવુ જ કરવા જઇ રહી છે.

જે વ્યક્તિ તેની સંપત્તિને આધાર સાથે જોડશે, તેની સંપત્તિ કબજે કરવામાં આવે તો તેને મુક્ત કરવાની સરકારની જવાબદારી રહેશે અથવા સરકાર તેનુ વળતર આપશે. આધારથી લિંક ન કરાવવા પર સરકાર જવાબદારી નહીં લે. જો કે, સંપત્તિને આધાર સાથે જોડવાનું વૈકલ્પિક રહેશે. જે લોકો ઇચ્છશે કે સરકાર તેમની મુલકતની બાંયધરી લે, તેમને જ પોતાની મિલકતને આધારથી લિંક કરવાનુ રહેશે.

કોઈપણ રાજ્યમાં, જમીન સંબંધિત બાબતો રાજ્યોનાં અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, તેથી કેન્દ્ર સરકાર આ મોડેલ કાયદો તૈયાર કરશે અને રાજ્યોને આપશે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે 19 રાજ્યોમાં એનડીએ ની સરકાર છે, જેના કારણે મોટાભાગનાં રાજ્યોમાં આ કાયદો લાગુ થશે. આ ઉપરાંત સરકાર મિલકત સંબંધિત બાબતો માટે ટ્રિબ્યૂનલ અને ઉચ્ચ અદાલતોમાં વિશેષ બેંચ પણ બનાવશે, જેના દ્વારા આ કેસો 5 વર્ષમાં ઉકેલી શકાય છે.

આધારને સંપત્તિ સાથે જોડવાના સરકારનાં નિર્ણયથી સંપત્તિની ખરીદી અને વેચાણમાં થતી છેતરપિંડી પર નિયંત્રણ મૂકવામાં આવશે. આટલું જ નહીં, બેનામી રીતે ખરીદવામાં આવેલી અથવા કબજે કરેલી તમામ સંપત્તિની માહિતી પણ જાહેર કરવામાં આવશે. આ સંપત્તિથી સંબંધિત ગુનાઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. વળી, જો કોઈની જમીન પર કોઈ કબજો કરે છે, તો તેને મુક્ત કરવાની અથવા તેના બદલે વળતર આપવાની જવાબદારી સરકારની રહેશે. આપને જણાવી દઈએ કે, જો કોઈની સંપત્તિ સાથે આધાર લિંક નથી, ત્યારે જો કોઈ મિલકત કબજે કરી લે છે, તો સરકાર જવાબદાર રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.