બોલિવૂડ/ અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ ને લઇને હવે કરણી સેનાનો વિરોધ, જાણો શું કહ્યુ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની આવનારી ફિલ્મોને લઇને પ્રેક્ષકો આતુરતાથી રાહ જોતા હોય છે. તેની ઘણી ફિલ્મો સ્ક્રીન પર દેખાવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ કોરોનાને કારણે તે રિલીઝ થઈ નથી.

Entertainment
1 72 અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ' ને લઇને હવે કરણી સેનાનો વિરોધ, જાણો શું કહ્યુ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની આવનારી ફિલ્મોને લઇને પ્રેક્ષકો આતુરતાથી રાહ જોતા હોય છે. તેની ઘણી ફિલ્મો સ્ક્રીન પર દેખાવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ કોરોનાને કારણે તે રિલીઝ થઈ નથી. આ દરમિયાન તેની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ વિશે મોટી માહિતી બહાર આવી રહી છે.

Bollywood / અમિતાભ બચ્ચને મુંબઈમાં ખરીદ્યો નવો ડુપ્લેક્ષ ફલેટ, જાણો કેટલી છે કિંમત

અક્કીની આ ફિલ્મ હવે કરણી સેનાની નજરે ચઢી ગઇ છે, અને કરણી સેનાએ આ ફિલ્મ અંગે ખિલાડી કુમારને સ્પષ્ટ ચેતવણી આપી છે. ‘પૃથ્વીરાજ’ ની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકોમાં આ ફિલ્મ અંગે ખાસ ક્રેઝ દેખાઇ રહ્યો છે. પરંતુ કરણી સેનાએ ફિલ્મ સંદર્ભે નિર્માતાઓને ધમકી આપી છે. કરણી સેનાએ ફિલ્મનું ટાઇટલ બદલવાની વાત કરી છે. કરણી સેનાએ કહેવુ છે કે, ‘જ્યારે ફિલ્મ મહાન પૃથ્વીરાજ ચૌહાણ પર આધારીત છે, ત્યારે તે ફિલ્મનું ટાઇટલ ‘પૃથ્વીરાજ’ કેવી રીતે રાખી શકાય. અમે ઇચ્છીએ છીએ કે આ શીર્ષક તેમના સંપૂર્ણ નામમાં બદલવામાં આવે અને તેમને માન આપવામાં આવે. કરણી સેનાએ વધુમાં કહ્યું કે, શીર્ષક બદલાવાની સાથે તેમની અન્ય શરતો પણ છે. એવી માંગ કરવામાં આવી છે કે, રિલીઝ થાય તે પહેલાં આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ તેમના માટે કરવામાં આવે. કરણી સેનાએ ધમકી આપી હતી કે જો તેઓ અમારી સલાહ નહીં માને તો તેમને ભારે પરિણામ ભોગવવું પડશે. ફિલ્મ ‘પદ્માવત’ દરમિયાન સંજય લીલા ભણસાલીનું શું થયું હતુ, આ ફિલ્મનાં નિર્માતાઓએ પણ તેના માટે તૈયાર રહેવું પડશે. હવે દરેક મેકર્સ તરફથી જવાબની રાહ જોઈ રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત કેસ / સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની મોટી કાર્યવાહી, એજન્સીએ સિદ્ધાર્થ પીઠાનીની કરી ધરપકડ

આપને જણાવી દઈએ કે, અક્ષય કુમારે 2019 માં તેમના જન્મદિવસ પર આ પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. એક ટ્વિટ સાથે અક્ષયે કહ્યું હતું કે, ‘હું મારા જન્મદિવસ પર મારી પહેલી ઐતિહાસિક ફિલ્મ વિશે શેર કરવા માટે ઉત્સાહિત છું, હુ મારી સૌથી મોટી ફિલ્મ’ પૃથ્વીરાજ’ માં હીરોની ભૂમિકા નિભાવવા માટે વિનમ્ર છું, જેમને હુ તેમની વીરતા અને મૂલ્યો માટે જોવુ છુ – સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપડા કરી રહ્યા છે.

kalmukho str 26 અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ' ને લઇને હવે કરણી સેનાનો વિરોધ, જાણો શું કહ્યુ