Not Set/ તો હવે જોગીંગ કરવાથી ઉપન્ન થયેલી ઉર્જાથી કરી શકશો ફોન ચાર્જ !

દિલ્લી વૈજ્ઞાનિકોએ હાલમાં જ એક એવા ઉપકરણની શોધ કરી છે કે જેનાથી તમે ચાલવા કે દોડવાથી ઉર્જા ઉત્પન્ન કરી શકશો। હવે તમારે ફોન કે બીજા કોઈ ઇલેક્ટ્રિકલ ઉપકરણને ચાર્જ કરવા માટે ઈલેક્ટ્રીસીટી શોધવા માટે નહિ જવું પડે. આ ઉપકરણનો આકાર પણ કાંડાની ઘડિયાળ જેવો છે કે જેથી તમે સરળતાથી તમારી સાથે રાખી શકો અને જરૂર […]

Tech & Auto
Jogging Run to lose weight in legs buttocks and hips 1 તો હવે જોગીંગ કરવાથી ઉપન્ન થયેલી ઉર્જાથી કરી શકશો ફોન ચાર્જ !

દિલ્લી

વૈજ્ઞાનિકોએ હાલમાં જ એક એવા ઉપકરણની શોધ કરી છે કે જેનાથી તમે ચાલવા કે દોડવાથી ઉર્જા ઉત્પન્ન કરી શકશો। હવે તમારે ફોન કે બીજા કોઈ ઇલેક્ટ્રિકલ ઉપકરણને ચાર્જ કરવા માટે ઈલેક્ટ્રીસીટી શોધવા માટે નહિ જવું પડે.

Image result for jogging

આ ઉપકરણનો આકાર પણ કાંડાની ઘડિયાળ જેવો છે કે જેથી તમે સરળતાથી તમારી સાથે રાખી શકો અને જરૂર પડે ત્યારે તેમાં ઉત્પન્ન થયેલી ઉર્જા વાપરી શકો છો.

અમેરિકાની પેન્સિલવેલીયા સ્ટેટ યુનિવર્સીટીના પ્રોફેસર સુજાન ટ્રોલીયરે આ ઉપકરણ વિષે જણાવતા કહ્યું છે કે ઉર્જા ઉપન્ન કરનારા બીજા સાધન કરતા 5 થી 50 ટકા વધારે ક્ષમતા સાથે કામ કરી શકશે.

Image result for jogging

સંશોધનકર્તાઓનું કહેવું છે કે રિચાર્જેબલ બેટરી કે સુપરકેપેસિટરને વારંવાર ઉર્જા આપતા રહેવાથી ઉપકરણમાં બેટરી બદલવાથી જે તકલીફોનો સામનો કરવો પડે છે તે દૂર થઇ જશે.

આ ડિવાઇસનું સંશોધન એડવાન્સ્ડ ફંક્શનલ મટીરીયલમાં જણાવેલું છે.