બિઝનેસ/ હવે ચેક ક્લિયર થવામાં નહીં જોવી પડે રાહ, બેંકમાં લાગું થશે આ નિયમ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેંકને 30 સપ્ટેમ્બર સુધીમાં અન્ય તમામ શાખાઓમાં ઇમેજ આધારિત ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ લાગુ કરવા જણાવ્યું છે. આરબીઆઈનું આ પગલું ચેક ક્લિયરિંગને ઝડપી બનાવશે અને ગ્રાહક સેવાઓ સુધારશે. હજી 18,000 બેંક શાખાઓ છે જે ઔપચારિક ચેક ક્લિયરિંગ અથવા ક્લિયરિંગ સિસ્ટમથી અલગ છે. ચેકની તસવીરના આધારે ક્લિયરિંગ સિસ્ટમમાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ […]

Business
rbi હવે ચેક ક્લિયર થવામાં નહીં જોવી પડે રાહ, બેંકમાં લાગું થશે આ નિયમ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેંકને 30 સપ્ટેમ્બર સુધીમાં અન્ય તમામ શાખાઓમાં ઇમેજ આધારિત ચેક ટ્રાન્ઝેકશન સિસ્ટમ લાગુ કરવા જણાવ્યું છે. આરબીઆઈનું આ પગલું ચેક ક્લિયરિંગને ઝડપી બનાવશે અને ગ્રાહક સેવાઓ સુધારશે. હજી 18,000 બેંક શાખાઓ છે જે ઔપચારિક ચેક ક્લિયરિંગ અથવા ક્લિયરિંગ સિસ્ટમથી અલગ છે. ચેકની તસવીરના આધારે ક્લિયરિંગ સિસ્ટમમાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચેક મોકલવાની જરૂર ઓછી થઈ ગઈ છે.

cheque book: Not withdrawing bank cheque book facility: Ministry of Finance - The Economic Times

રિઝર્વ બેંકે ગયા મહિને સીટીએસ (CTS) લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ હેઠળ તમામ બેંક શાખાઓને તસવીર આધારિત ક્લિયરિંગ સિસ્ટમ હેઠળ લાવવામાં આવશે. 2010થી સીટીએસ ઉપયોગમાં છે. હાલમાં તેની 1,50,000 બેંક શાખાઓ છે. પહેલાના તમામ 1,219 ક્લિયરિંગ સેન્ટર્સ સપ્ટેમ્બર 2020 થી સીટીએસ હેઠળ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ ચેકને ક્લિયર કરવાની પ્રક્રિયા છે. આમાં જાહેર કરાયેલા ચેકને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા પડતા નથી.

Ministry of Finance junks reports on scrapping of cheque book facility

રિઝર્વ બેંકે કહ્યું કે એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે ઘણી બેંક શાખાઓ હજી ઔપચારિક ક્લિયરિંગ સિસ્ટમની બહાર છે. તેના કારણે તેમના ગ્રાહકોને ઘણી મુશ્કેલી પડે છે. તેમનો ચેક ક્લિયર કરવામાં વધુ સમય લાગે છે.

CTS 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે
રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે સીટીએસની ઉપલબ્ધતાનો ઉપયોગ કરવા અને તમામ ગ્રાહકોને સમાન અનુભવ આપવા માટે દેશભરની તમામ બેંક શાખાઓમાં સીટીએસ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ હેઠળ બેંકોને 30 સપ્ટેમ્બર, 2021 સુધી તેની ખાતરી કરવી પડશે કે, તેમની શાખાઓ તસવીર આધારિત સીટીએસ સિસ્ટમ હેઠળ આવી જાય. આ માટે, બેંકો દરેક શાખામાં યોગ્ય માળખું મૂકી શકે છે અથવા તેઓ સ્પોક મોડલનો ઉપયોગ કરી શકે છે.

જાણો શું છે CTSના ફાયદા
આ સિસ્ટમ કલેક્શનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. સીટીએસ હેઠળ, ચેક એક બેંકમાંથી બીજી બેંકમાં મોકલવાને બદલે, ચેક ઇલેક્ટ્રોનિકલી મોકલવામાં આવે છે. ખર્ચમાં ઘટાડો થાય છે.